ગુજરાતમાં આગામી 5 દિવસની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ બિલકુલ સામાન્ય વરસાદ રહેશે એટલે કે, છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે.
સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. જેમ કે, અમદાવા, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગાઉ ભારે વરસાદ સર્જાયો હતો. ત્યારે જુનાગઢ સહીતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. કચ્છમાં આ પહેલા બિપોરજોયમાં ભારે નુકસાન થયું હતું. જો કે, ફરી એકવાર સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ફરીથી આગામી 5 દિવસ ગુજરાતના લગભગ તમામ જગ્યાએ હળવો વરસાદ રહેશે. એકાદ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે છે.
આ કારણે વરસાદની શક્યતા
સાઉથ ગુજરાતમાં અપર લેવલે સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અગાઉ પણ વરસાદી સિસ્ટમ સક્રીય થતા જુલાઈ મહિનામાં સતત વરસાદ જોવા મળ્યો હતો. જો કે એકવાર ફરી વરસાદે વિરામ લીધા બાદ 5 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.