રાજકોટમાં ચોરીનો આરોપ લગાડી મધ્યપ્રદેશના ૧૫ શ્રમિકોને ગોંધી રાખી માર માર્યો: મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું રાજકોટમાં બનેલ ગુનાની ગુંજ મધ્યપ્રદેશમાં સંભળાઈ છે. રાજકોટમાં ૧૫ મધ્યપ્રદેશના શ્રમિકો પર ચોરીનો ઇલઝામ લગાડી ગોંધી રાખી તેઓને માર મરવામાં આવ્યો જેની જાણ મધ્યપ્રદેશના કોંગ્રેસના આગેવાન કમલનાથને શ્રમિકોએ કરતા તેને મધ્યપ્રદેશ પોલીસમાં જાણ કરી મધ્યપ્રદેશ પોલીસે વિગત મેળવી ‘ઝીરો’ નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ પોલીસને રવાના કરી. મળતી માહિતી અનુસાર રાજકોટના મેટોડામાં કોર કેબલ નામની ફેક્ટરીમાં સ્ક્રેપ કોપરની ચોરી થઈ હોય ફેક્ટરીના મેનેજરે ત્યાં કામ કરતા ચાર મધ્યપ્રદેશનાં વતની શ્રમિકો પર ચોરીનો આરોપ લગાડી એ ચાર શ્રમિકો સહિત કુલ ૧૫ પરપ્રાંતિય મધ્યપ્રદેશના શ્રમિકોને પકડી ફેકટરીમાં ગોંધી રાખી માર માર્યો હતો. આ મામલાની જાણ પોલીસમાં થતાં પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી મજૂરોને તેમના વતન પરત મોકલ્યા હતા. વતન પહોંચી શ્રમિકોએ કોંગ્રેસના આગેવાન કમલનાથને જાણ કરતા તેમને મધ્યપ્રદેશ પોલીસને સમગ્ર બાબતની જાણ કરી મધ્યપ્રદેશ પોલીસે ગુનો નોંધી રાજકોટ પોલીસને મોકલ્યો અને ફેકટરીન માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો.