ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે ત્યારે વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી 4 દિવસ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ સુરતના બારડોલી 6 ઈંચ જેટલો નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. તેમાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિઘ ભાગોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ
બારડોલી – 6 ઈંચ
મહુવા – 5.6 ઈંચ
વાલોડ – 4.5 ઈંચ
પલસાણા – 4.6 ઈંચ
વલસાડ – 4.52 ઈંચ
ગણદેવી – 4.4 ઈંચ
ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ
આ વખતે ચોમાસાની શરુઆતમાં ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેરી જોવા મળી રહી છે. આગાહી વચ્ચે અત્યારે રાજ્યમાં વિવિધ ભાગોમાં આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, છેલ્લા 4 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સતત વરસાદી માહોલ ચાલું જ રહેશે.