મહાઠગ કિરણ પટેલના રીમાન્ડ મંજૂર કરાતા છેતરપિંડી મામલે પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. મોરબીના વેપારીએ છેતરપિંડી મામલે ફરીયાદ નોંધાવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા છે.
સોમવારે 4 વાગ્યા સુધીના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જો કે, પોલીસે 7 દિવસના રીમાન્ડની માગ કરી હતી. મહાઠગ કિરણ પટેલની સામે ગુજરાતમાં અને અમદાવાદમાં વિવિધ મામલે ગુનાઓ દાખલ થયા છે.
ત્યારે ચોથો ગુનો પણ દાખલ થતા પૂછપરછ માટે જમ્મુ કાશ્મીરથી ટ્રાન્સફર વોરન્ટ થકી અમદાવાદ કિરણ પટેલને લવાયો હતો જ્યારે 24 કલાકમાં કોર્ટમાં હાજર કરાયો હતો. ત્યારે મોરબીના વેપારીએ નોંધાવેલી ફરીયાદને આધારે રીમાન્ડ માગવામાં આવ્યા હતા રીમાન્ડ મળતા પોલીસ વધુ તપાસ આ મામલે કરશે.
મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ થકી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે હવે મોરબીના વેપારી સાથે ઠગાઈના કેસમાં તેની ફરીથી ધરપકડ કરી અમદાવાદમાં લવાયો હતો.
એક બાદ એક ચારથી વધુ અમદાવાદમાં ફરીયાદ નોંધાઈ હતી. મોરબીના વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પીએમઓના ઓફિસર તરીકે ઓળખ આપીને મકાન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સોલામાં નોંધાયેલી ફરીયાદના આધારે તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.
સરહદી જિલ્લા કચ્છના ગાંધીધામ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સમાજો, સંસ્થાઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રીનું સન્માન કરાયું