અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
હાઈવે પર આ મોટી દુર્ઘટના સામે આવી છે. ચોટીલા માતાના દર્શન કરીને પરત ફરતી વખતે છોટા હાથી હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગયું હતું. જેના કારણે અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા.
સીઆર પાટીલે પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
આ ઉપરાંત સીઆસ પાટીલે પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બાવળા-બગોદરા રોડ પર ટ્રક અને છોટા હાથીના અકસ્માતમાં 10 લોકો મૃત્યુના સમાચાર મળતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ શોકની લાગણી વ્યકત કરી હતી. અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે જેમાં પાંચ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ છે. અકસ્માતમાં ઘાયલ 3 વ્યકિતને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહેલા કપડવંજના સુંધા ગામના પરિવાર અકસ્માતનો ભોગ બન્યા છે. આ દુખદ સમાચાર મળતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ શોકની લાગણી વ્યકત કરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરી.