ફી પર નિર્ભર બાળકોને શિષ્યવૃત્તિ ન મળતા શાળા કોલેજો માં આગળ અભ્યાસ કરવા માટે હાલાકી
સરકારના આદિજાતિ વિભાગ દ્વારા બાળકોને પોસ્ટ અને પ્રિ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે.ત્યારે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક અને ઉ.માં શાળાઓ,અને કોલેજો સહિત આશ્રમ શાળાઓમાં સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં હજુ બાળકોને શિષ્યવૃત્તિ મળી નથી.શિષ્યવૃતિ ન મળવાના કારણે બાળકોની સ્થિતિ કફોડી બની રહી છે.શિષ્યવૃત્તિ ન મળવાના કારણે વર્ષના અંતે લેવાનારી પરિક્ષાઓમાં તેની અસર પડશે તેવી આશા સેવાઇ રહી છે.
ગરીબ અને આર્થિક રીતે નબળા બાળકો શિષ્યવૃત્તિ પર નિર્ભર હોય છે ત્યારે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ઝડપથી મળે અને બાળકો પોતાની ફી સહિતની રકમ શાળા કોલેજોમાં આપી શકે તે માટે શાળા કોલેજોના સંચાલકો સરકારમાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. જેથી બાળકોને આગળ અભ્યાસ કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.જિલ્લામાં હજુ કેટલીક શાળા કોલેજોમાં બબ્બે વર્ષની શિષ્યવૃત્તિ બાકી હોવા છતાં જિલ્લા તંત્ર રકમ ચૂકવવા ઠાગાઠૈયા કરી રહ્યું છે .ઉલ્લેખનીય છે અરવલ્લી જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં બાળકોને શિષ્યવૃત્તિ ચૂકવાઈ હોવાનું શાળા કોલેજોના સાચલકો જણાવી રહ્યા છે.
આ અંગે જિલ્લા તકેદારી અધિકારીનો સમ્પર્ક કરતા તેમને જણાવ્યું હતું કે જિલ્લામાં બાળકોની શિષ્યવૃત્તિ બાકી છે અને તે માટે વડી કચેરીએ જાણ કરી ગ્રાન્ટ ફાળવવા માટે લેખિત રજુઆત કરી છે.