આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો
આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો
તારગામ વિધાનસભાની તમામ સોસાયટી, મોહલ્લા, શેરી, ફળીયા, એપાર્ટમેન્ટનાં સૌ સન્માનીય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા કમિટી મેમ્બર્સ, માતાઓ, બહેનો, યુવાનો, આગેવાનશ્રીઓ સહિત સૌ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ ખુબ ખુબ આભાર.
આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓ પદાધિકારીઓ, શુભચિંતકો, પરિવારજનો તેમજ મારા ગામના સ્વજનો દ્વારા ખુબ જ તન મન ધનથી વિધાનસભાની ચૂંટણીમાં નિઃસ્વાર્થ મહેનત કરવા બદલ હું તમામને વંદન કરું છું, સૌનો હું આભાર માનું છું.
હું હૃદયપૂર્વક આપ સૌનો ઋણી છું. હું તો સાવ નાનો યુવાન છું પણ આપ સૌ સ્વજનોએ આ ચુંટણી અભિયાનને પોતીકુ ગણી જે રીતે આકાર આપ્યો એ ખરેખર સરાહનીય રહ્યું. કતારગામ વિધાનસભાના સંગઠનના સાથીઓએ મને પોતાના વ્યક્તિ તરીકે સ્વીકાર્યો એ બદલ હું સદૈવ આભારી રહીશ.
આ અત્યંત વ્યસ્ત પ્રચાર કાર્ય દરમ્યાન મારાથી ઉતાવળ થઈ હોય કે કોઈ સાથે અવિવેક થયો હોય કે કોઈનું માન-સન્માન જાવળવામાં ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમાયાચના પણ કરું છું.
આપણા સૌની મહેનત ૮મી તારીખે રંગ લાવશે એવા વિશ્વાસ સાથે.
સૌનો ફરી ફરીને આભાર માનતા ગોપાલ ઈટાલીયા