શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગઈકાલે શરદ પવારે ઈડીના ઉપયોગનો જે આરોપ લગાવ્યો છે તે ખૂબ જ ગંભીર છે. પવારે ગઈ કાલે કહ્યું હતું કે ED એ નક્કી કરે છે કે કોણ કઈ પાર્ટીમાં જોડાશે અને કોણ મંત્રી બનશે. સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું- શરદ પવારે ગઈ કાલે જણાવ્યું હતું કે કેવી રીતે શિવસેના તોડવામાં આવી અને પાર્ટીનું પ્રતીક અને નામ પણ તેમને આપી દેવામાં આવ્યું. હવે NCP સાથે પણ આવું થઈ શકે છે. સંજય રાઉતે કહ્યું કે ચૂંટણી પંચનું કામ હવે આ જ રહી ગયું છે અને આ શરતે પાર્ટીઓ વિભાજિત થઈ રહી છે.
સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમ અમે પાર્ટીને ફરીથી ઉભી કરીશું. તમે (ચૂંટણી પંચ) બાળાસાહેબ ઠાકરે દ્વારા રચાયેલી પાર્ટીની સત્તા બીજા કોઈ (શિંદે)ને આપી દીધી. હવે તમે શરદ પવાર દ્વારા રચાયેલી એનસીપીના અધિકારો કોઈ બીજાને આપી રહ્યા છો. આ કેવો ન્યાય કે કાયદો છે? બાળાસાહેબે જે પાર્ટીની રચના કરી તેમના પુત્ર ઉદ્ધવના હોવા છતાં તેઓ પાર્ટી ગમે-તે વ્યક્તિને (શિંદે) આપી રહ્યા છે.
કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે: સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમના હોવા છતાં તેમની જ સામે તેમની પાર્ટી બીજાને સોંપી રહ્યા છે. આ દેશમાં આવું થઈ રહ્યું છે. ચૂંટણી પંચ સહિત તમામ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. સંજય રાઉતે કહ્યું- પવાર સાહેબે કહ્યું છે કે દેશમાં હવે ED નક્કી કરશે કે કોણ કઈ પાર્ટીમાં જશે. હવે ED નક્કી કરશે કે કોણ મંત્રી બનશે. પવાર સાહેબે જે વાત કહી છે તે ખૂબ જ ગંભીર છે. સમગ્ર દેશ આનાથી ખૂબ જ ચિંતિત છે.