દેશમાં આ વખતે ભાજનો મુકાબલો કોઈ એક પાર્ટી સાથે નહીં પરંતુ I.N.D.I.A. ગઠબંધન એટલે કે વિપક્ષો સાથે છે. ગુજરાતમાં પણ આ ગઠબંધ સાથે કોંગ્રેસ અને આપ 2024માં આઘળ વધશે ત્યારે દેશમાં ગઠબંધનની ચર્ચા પહેલા જ ભાજપે ગુજરાતમાં 2024ને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દીધી છે અને નવરાત્રિ અને દિવાળી આસપાસ પાર્ટી ચૂંટણી મોડમાં જોવા મળશે ત્યારે અત્યારથી જ કેટલાક નેતાઓને વિધાનસભાની જેમ જ પોતાના પત્તા કપાવાનો ભય સવાતી રહ્યો હશે.
ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઠબંધનની શક્યતાઓ વચ્ચે ભાજપ માટે નવી ચેલેન્જ છે. જેથી લોકસભા પહેલા ભાજપની મહેનત વધી ગઈ છે. 26 બેઠકો જીતી હેટ્રીક ક્લિન સ્વીપ કરવા માટે ફરી એકવાર ભાજપ એડીચોટીનું જોર લગાવશે. વિધાનસભાની જેમ પાર્ટી મોટા પાયે વર્તમાન સાંસદોની ટિકિટ પણ કાપી શકે છે. ગુજરાતમાં આ પ્રયોગ પાર્ટી કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. હવે પાર્ટી દરેક કિંમતે પોતાનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે.
રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જેના કારણે આગામી દિવસોમાં પાર્ટીમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. જેમાં પાર્ટી નવી રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરી શકે છે. એટલું જ નહીં, 2024માં 26માંથી 26 બેઠકો જીતવા માટે પાર્ટી મોટા પાયે વર્તમાન સાંસદોની ટિકિટ પણ કાપી શકે છે.
લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલ અને સર્વેક્ષણોમાં ભાજપ ગુજરાતમાં એક ધાર જાળવી રહી છે. સર્વેમાં પાર્ટી 26માંથી 26 સીટો જીતતી જોવા મળી રહી છે, પરંતુ આ બધા પછી પણ પાર્ટી પોતાના સૌથી મજબૂત ગઢમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ નવી વ્યૂહરચના બનાવી શકે છે.
પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 12થી વધુ સીટો પર નવા ચહેરાઓને તક આપી શકે છે. પાર્ટી ભૂતકાળમાં પણ મોટા પાયે ઉમેદવારો બદલી રહી છે. પાર્ટી સાંસદોની ટિકિટ કાપી શકે છે અને તેમને સંગઠનમાં નવી જવાબદારીઓ સોંપી શકે છે. જો સૂત્રોનું માનીએ તો કઈ સીટો પર પાર્ટી I.N.D.I.A. ગઠબંધનની અસર થઈ શકે છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે પાર્ટી પોતાના સ્તરે રણનીતિ પણ બનાવી રહી છે. નવરાત્રિ પહેલા, પાર્ટી સંપૂર્ણપણે લોકસભા ચૂંટણી મોડ પર સ્વિચ કરશે.
બીજી તરફ અલગ અલગ રીતે વિધાનસભામાં લડેલી આપ અને કોંગ્રેસને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે લોકસભામાં છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને લોકોએ 2014 અને 2019માં મતો આપ્યા છે ત્યારે આ વખતે બન્ને પાર્ટી સાથે મળીને ગુજરાતમાં મુકાબલો કરી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, કેટલો ફર્ક રીઝલ્ટમાં જોવા મળે છે.