વડોદરા: સર સયાજીરાવ ગાયકવાડ સ્ટેટ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની સ્થાપના ૧૯૪૧માં થઇ હતી.
મંડળીના વર્તમાન ચેરમેન શ્રી ગૌરવ રમાકાંત પવળે દ્વારા જાણવા મળ્યું હતું કે મંડળીની સ્થાપના થયા બાદ મંડળી દ્વારા દરેક વર્ષે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાથે કાર્ય કરવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે અને જેનો ઉદ્દેશ સહકારી માધ્યમથી મંડળીનો દરેક સભ્ય, પરિવાર, રાજ્ય અને રાષ્ટ્ર મજબૂત થાય તે દિશામાં હોય છે અને આવા ઉત્કૃષ્ઠ કાર્ય માટે સહકારી ક્ષેત્રમાં આ મંડળીનું નામ માત્ર વડોદરા પૂરતું જ નહીં પણ સંપૂર્ણ દેશમાં ગૌરવ સાથે જોડાયેલ છે.
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પ્રેરણામૂર્તિ યુગપુરુષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના હિંદવી સ્વરજમાં મોટું યોગદાન આપનાર દેશના શૂરવીર યોધ્ધા અને માવળાઓના વંશજોને તારીખ ૮મી જાન્યુઆરી ૨૦૨૩ રવિવાર, સાંજે ૪.૩૦ કલાકે, સ્થળ: સર સયાજી નગર અતિથિ ગૃહ, અકોટા વડોદરા ખાતે રાષ્ટ્રમાતા જીજાઉં પુરસ્કાર ૨૦૨૩ દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે.
જેમાં મુખ્ય અતિથિ શ્રીમંત યુવરાજ છત્રપતિ સંભાજીરાજે ભોસલે (કોલ્હાપુર) અને અતિથિ વિશેષ શ્રીમંત બાબાજીરાજે ભોસલે (મહારાજ સાહેબ ઓફ તંજાવર સિનિયર) તેમજ શ્રીમંત રાજકુમાર રઘુનાથરાજે નાઈક નિંબાળકર (રાજકુમાર સાહેબ ઓફ ફળટન) ઉપસ્થિત રહેનાર છે.
હિંદવી સ્વરાજના વિર યોધ્ધાઓના ૨૧ વંશજોને સન્માનિત કરવામાં આવનાર છે તેમની યાદી આ મુજબ છે:
૧) સંત તુકારામ મહારાજ ૨) પ્રતાપરાવ ગુર્જર ૩) મુરારબાજી દેશપાંડે ૪) કાન્હોજી આંગ્રે ૫) લખુજી જાધવ ૬) હિરોજી ઇન્દુલકર ૭) શિવા કાશિદ ૮) જ્યોત્યાજી કેસરકર ૯) જીવા મહાલે ૧૦) સઈબાઈ નિંબાળકર ૧૧) પંત અમાત્ય બાવડેકર (પંડિત) ૧૨) બાજીપ્રભુ દેશપાંડે ૧૩) તાનાજી માલુસરે ૧૪) બાજી પાસલકર ૧૫) કાન્હોજી જેધે ૧૬) સયાજી બાંદલ ૧૭) હંબિરરાવ મોહિતે ૧૮) યેશાજી કંક ૧૯) ધનાજી જાધવ ૨૦) ઇબ્રાહિમખાન ગાર્દી ૨૧) બહીર્જી નાઈક
આ ભવ્ય અને દિવ્ય પુરસ્કાર કાર્યક્રમના આભાર તેમજ સન્માનિત કરવાના હેતુથી મહારાષ્ટ્ર ના કોલ્હાપુર સ્થિત લોકપ્રસિધ્ધ ભટકંતી યુવા હાયકર્સ અને શ્રી શિવ સ્વરાજ્ય મર્દાની ખેળ અખાડા પણ ઉપસ્થિત રહેનાર છે.
કાર્યક્રમના વિશેષ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેનાર છે તેમાં ૧) શ્રીમંત મલોજીરાવ ઘોરપડે (યુવરાજ ઓફ કાપશી) ૨) શ્રીમંત શિવરુપરાજે નિંબાળકર (જહાગીરદાર કોલ્હાપુર) ૩) શ્રીમંત સંજયસિંહ શિંદે (જહાગીરદાર કોલ્હાપુર) ૪) શ્રીમંત સંગ્રામસિંહ ચવ્હાણ (ડિગ્રજકર) ૫) શ્રીમંત કરણસિંહ ગાયકવાડ (કોલ્હાપુર) તેમજ વડોદરા સ્થિત વિશેષ આમંત્રિત મહેમાન તરીકે: ૧( શ્રીમતી રંજનબેન ભટ્ટ (વડોદરા સાંસદ) ૨) શ્રીમાન બાલકૃષ્ણ શુક્લા (દંડક ગુજરાત વિધાનસભા) ૩) શ્રીમાન કેયુર રોકડીયા (મેયર – ધારાસભ્ય) ૪) શ્રીમાન રાજેન્દ્ર ત્રિવેદી (માજી કેબિનેટ મંત્રીશ્રી) ૫) શ્રીમાન યોગેશ પટેલ (ધારાસભ્ય) ૬) શ્રીમતી મનીષાબેન વકીલ (ધારાસભ્ય અને માજી મંત્રી) ૭) શ્રીમાન ચૈતન્ય દેસાઈ (ધારાસભ્ય) ૮) દ્રીમં ડો. વિજય શાહ (ભાજપ વડોદરા શહેર અઘ્યક્ષ) ૯) શ્રીમાન જીતુભાઈ સુખડિયા (માજી મંત્રી, માજી ધારાસભ્યશ્રી)
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. ના વર્તમાન અઘ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવળે દ્વારા જણાવ્યું હતું કે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેજ દિવસે બપોરે ૨.૩૦ કલાકે વડોદરા શહેરમાં હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજો તેમજ તેમના વિર સૈનિકોના વંશજોની નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે નગર યાત્રા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. બરાણપૂરા થી લેહરીપૂરા ન્યૂ રોડ – ભગતસિંહ ચૌક – માર્કેટ ચાર રસ્તા – દાંડિયા બજાર ચાર રસ્તા – અકોટા બ્રિજ ચાર રસ્તા – ગાય સર્કલ માર્ગ થઇને સર સયાજી નગર ગૃહ અકોટા સ્થિત પૂર્ણ થઇ જશે.
આ કાર્યક્રમને લયીને માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે અને મંડળીના વ્યવસ્થાપકો દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા