ઓબીસી અનામત સમિતીમાં વિવિધ માગો કોંગ્રેસ નેતા અમિત ચાવડા તેમજ મોઢવાડીયા સહીતના કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.
ઓબીસી અનામત બચાવો સમિતીના દ્વારા કેટલીક માગોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્વાભિમાન ધરણામાં પડતર માંગો મુદ્દે પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. 2024 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ મામલે વિવિધ માગો વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી રહી છે. અન્યાય સામે OBC અનામતની અવાજને બુલંદ કરવા ગાંધીનગર ખાતે “સ્વાભિમાન ધરણા”નું આયોજન કરાયું છે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું.
સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામત આપવાની માગ, તત્કાલિક વસ્તી ગણતરી આધારીત માગ કરાઈ છે. ઓબીસી સમાજ અને વિસ્તારને ધ્યાને રાખી બજેટ ફાળવવાની માગ કરાઈ છે.
કોંગ્રેસી સેવાદળનું કહેવું છે કે, ઓબીસીને બજેટમાં અન્યાય થાય છે. પ્રતિ વ્યક્તિ 17 રુપિયા બજેટ આપવાનો લાલાજી દેસાઈએ દાવો કર્યો હતો. સમાજ સમજી ન શકે તેવું ફોર્મ હોય છે. અટપટા ફોર્મમાં કેટલીક માગો કરવામાં આવે છે. 2024 લોકસભાની ચૂંટણી પહેલા ઓબીસી કાર્ડને લઈને કોંગ્રેસ નેતાઓ ધરણામાં સામેલ થતા રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે.
ઓબીસી અનામત જાહેર ન થતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અટકી ગઈ છે. 75 નગરપાલિકા, 18 તાલુકા પંચાયતની ચૂંટણી નથી થઈ તેને લઈને પણ કોંગ્રેસ મુદ્દો ઉઠાવતું રહ્યું છે. 52 ટકા વસ્તી ઓબીસીમાં છે. ગુજરાતમાં 146 જ્ઞાતીઓનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ઓબીસીનું મહત્વ રાજ્યમાં વધુ છે.