સુરત વરાછા ઓલપાડમાં દરોડા પાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ સાથે ઉત્તરાણમાં વેપારીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
સુરત, ઉત્તર ગુજરાત તેમજ અન્ય વિસ્તારોના જિલ્લાઓમાં સાતમ અને આઠમની રજાઓમાં જૂગાર રમતા જૂગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તહેવારોમાં રાજ્યભરમાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને જુગારીઓને સકંજામાં લીધા હતા તેમાં પણ સુરતમાં લાખોના મુદ્દામાલ સાથે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા જુગારીઓને રંગે હાથે પકડ્યા હતા.
સુરત વરાછા ઓલપાડમાં દરોડા પાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ સાથે ઉત્તરાણમાં વેપારીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
જુગારીઓ પાસેથી પોલીસ વિવિધ વિસ્તારમાં 5 કેસમાં 47 આરોપીઓને કાયદાના સકંજામાં લીધા હતા. ઉત્તરાણમાં જુગાર રમી રહેલા હીરા અને ટેક્સટાઈલના વેપારીઓ પાસેથી 21 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઓલપાડથી 2 લાખ 11 હજારનો રોકડ રકમ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રેડ દરમિયાન પોલીસથી બચવા છલાંગ લગાવતા મોત
આ ઉપરાંત અજીબો ગરીબ અને કરુણ ઘટના બની હતી. જેમાં બનાસકાંઠામાં પોલીસે રેડ કરતા જુગાર રમતા એક શખ્સે પોલીસથી બચવા માટે નીચે છલાંગ લગાવી તો ઘાયલ થતા તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.