આજરોજ નવસારી જીલ્લાની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જીંગાના ખેડૂતોનો સંમેલન કાર્યક્રમ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે જીંગા એ દક્ષિણ ગુજરાત માટે આર્થિક ઉપાર્જન માટેનું મહત્વનુ સાધન બની ગયું છે. એક સમય હતો કે લોકોને માત્ર આરોગવા માટે ખોરાક માટે ઉપયોગ થતો હતો પરંતુ જીંગાની ખેતી થાય તેમાંથી આર્થિક ઉપાર્જન થાય અને તેના દ્વારા ખૂબ બહોળો વ્યાપાર થાય તેમાંથી રોજગારીની તકો મળે તે આજે માત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. જીંગાનું ઉત્પાદન વધારેમાં વધારે થાય તેના પ્રયત્નો કરવામાં આવશે. ગુજરાતમાં જે લગભગ 10 હજાર હેકટરની અંદર જે જીંગા ઉછેર થાય છે તેમાં 70 ટકાથી વધુ જમીન સરકારી છે પરંતુ તે જમીન ઉપર જે જીંગા ઉછેર થઈ રહ્યો છે તેમાં વધારો કરવામાં આવે તેના પ્રયત્નો રાજયસરકાર કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે, કાંઠા વિસ્તારમાં ખેડૂત ભાઈઓ હોય છે તેમને દૂર-દૂર સુધી ખેડવા માટે જતાં હોય છે બીજા પ્રદેશમાં તેઓ પ્રવેશ કરતાં હોય છે અને તેમના ત્યાં મૃત્યુ પણ થાય છે એટલા માટે જ કાંઠા વિસ્તારમાં વિધવા બહેનોની સંખ્યા વધારે છે. તેમની પાસે કોઈ સ્કિલ નથી તો તમને સરકાર તરફથી જીંગા ફાર્મિંગ માટે એક પ્લોટ એલોટ થયેલો હોય તો એ કદાચ ત્યાં જીંગા ઉછેર કરે તેવી કોઈ વ્યવસ્થા થાય તો કાંઠા વિસ્તારની બેરોજગારીનું અને ગરીબીનું પ્રમાણ છે તેમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે તેમ છે.
પાટીલે વધુમાં જણાવ્યુ કે, અહિયાં કેવામાં આવે છે કે, “ભાભરના પાણી” આ પાણીમાં સૌથી વધારે જીંગાનું ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર ગણી જગ્યાએ જીંગા ઉત્પાદન થાય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઉત્પાદન જોવા મળે છે. અગાઉ દરિયાઈ ખેડૂઓ માટે કેન્દ્રસરકારમાં રજૂઆત કરેલ હતી કે, અહિયાં આવતા ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાતો માટેના સાધનો તેમને સુવિધાઓ તેમના માટે ડીઝલમાં સબસિડીની રજૂઆત પણ કરવામાં આવી અને તેમાં વધારો પણ કરવામાં આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરિયાઈ ખેડૂતોને લાભ થાય તે માટેના પગલાં લીધા છે. મોદી સાહેબે 180 જેટલી યોજનાઓ દ્વારા દરેક સેક્ટરના લોકોને આ યોજનાઓ મળે 100 ટકા લાભાર્થીઓને લાભ કોઈપણ વચેટિયાઓ વગર મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. માન.કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલાજીએ ખેડૂતોના પ્રશ્નોને જાણવા માટે જાતે પ્રવાસ કર્યો છે તેમને લોકોનો સંપર્ક કરી તેમની સમસ્યાઓ જાણી છે અને તેના પગલાં લીધા છે. નિર્ણય લઈ શકે તેવા સક્ષમ નેતાના હાથમાં આ નેતૃત્વ હોવાને કારણે લોકોની અપેક્ષાઓ છે અને આ અપેક્ષાઓને પૂર્ણ કરી શકશે તેવો મને વિશ્વાસ છે.