બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજકાલ તેની કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ તેના નવા ઘરને કારણે ચર્ચામાં આવી ગઈ છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેમનો આ સી-ફેસિંગ ફ્લેટ ઘણો લક્ઝુરિયસ છે અને આ ફ્લેટની ખાસ વાત એ છે કે તેમનો ફ્લેટ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર છે. આગળ જણાવીએ કે અભિનેત્રીએ ફ્લેટ ક્યાં ખરીદ્યો છે અને તેની કિંમત શું છે.
બાંદ્રાના કેસી રોડ પાસે આવેલો છે આ ફ્લેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિન્હાનો આ ફ્લેટ બાંદ્રાના કેસી રોડ પાસે સ્થિત 81 ઓરિઓટ બિલ્ડિંગના 26માં માળે છે. આ 2208.77 ચોરસ ફૂટનો ફ્લેટ હોવાનું કહેવાય છે. લક્ઝરી વસ્તુઓથી સજ્જ આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સોનાક્ષી સિંહાએ ઓગસ્ટ 2023માં પોતાનો નવો ફ્લેટ રજીસ્ટર કરાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ 55 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. અભિનેત્રીના આ ઘરમાં લોબી, ટોયલેટ અને એર હેન્ડલિંગ યુનિટ જેવી સુવિધાઓ છે. આ સિવાય સોનાક્ષીને બિલ્ડિંગમાં 4 કાર પાર્કિંગ પણ મળી છે. હાલમાં સોનાક્ષીએ તેના નવા ઘર અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
દહાડમાં ભૂમિકા માટે થઈ હતી પ્રશંસા
અભિનેત્રી આ વર્ષે રીલિઝ થયેલી દહાડ સિરીઝમાં જોવા મળી હતી. આમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. દહાડ 12 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. તેમાં સોનાક્ષી ઉપરાંત વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ જોવા મળ્યા હતા.
અભિનેત્રી હવે સંજય લીલા ભણસાલીના શો ‘હીરામંડી’માં જોવા મળશે. આ શોની પ્રથમ સિઝનમાં 8 એપિસોડ હશે. સંજય લીલા ભણસાલી તેમના શો ‘હીરામંડી’ દ્વારા ઓટીટી ડેબ્યૂ કરી રહ્યા છે. તે આ વર્ષે રિલીઝ થશે પરંતુ તારીખ જાહેર કરવામાં આવી નથી.