July 15, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બથી 02 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન
બ્રેકિંગ ન્યુઝ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બથી 02 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન

by gujarat paheredarSeptember 15, 20230
શેર 1

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી તા.17 સપ્ટેમ્બર 2023 થી 02 ઓક્ટોબર 2023 સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો પ્રદેશ સ્તરે જીલ્લા-તાલુકા તેમજ મંડલ સ્તરે યોજાશે તે સંદર્ભે આજરોજ સુરત શહેર કાર્યાલય ખાતેપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કરતાં જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમજ અલગ અલગ સંસ્થાઓ તેમજ NGO તરફથી કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી પણ 17 સપ્ટેમ્બરના રોજ મોદીને શુભેચ્છા પાઠવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય કરવાની પ્રણાલીકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રહેલી છે. પાર્ટીનો દરેક કાર્યકર્તા પણ પોતાના જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિઓ કરી ઉજવે છે. તેમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પખવાડિયા રૂપે કરવામાં આવશે જે 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો કરી ઉજવવામાં આવશે.

સી.આર.પાટીલએ સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યુ કે, તા.૧૮ સપ્ટેમ્બરના રોજ “રક્તદાન કેમ્પ” યુવા મોરચા દ્વારા દરેક જીલ્લા સ્તરે તેમજ મંડલ સ્તર સુધી કરવામાં આવશે. તા.૧૯ થી ૨૨ સપ્ટેમ્બર “આયુષ્યમાન ભવ” યોજનાથી દરેક લોકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તેનું આયોજન 05 દિવસ કરવામાં આવશે. તા.૨૩/૨૪ સપ્ટેમ્બર દરમ્યાન આયુષ્યમાન ભવ: બેનર અંતર્ગત મંડલ મથકો પર હેલ્થ કેમ્પ-આયુષ્યમાન ભવ: કાર્યક્રમનું આયોજન ડોક્ટર સેલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. તા.૨૫ સપ્ટેમ્બર “પંડિત દીનદયાળજીની જન્મજયંતિ” નિમિત્તે પણ અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. તા.૨૬ સપ્ટેમ્બર થી ૦૧ ઓક્ટોબર “દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ” યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ સંપર્ક કરી સ્થાનિક લોકોનો સંપર્ક કરશે તેમના પ્રશ્નો તાલુકા/જીલ્લા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમજ ધારાસભ્યશ્રી સુધી પહોંચાડશે તેમજ તેમની સમસ્યાઓના સમાધાન માટેના પ્રયત્નો કરશે.

સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, તા. ૦૨ ઓક્ટોબર “મહાત્મા ગાંધીની જન્મજયંતિ” નિમિત્તે અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. સુપોષણ અભિયાન અંતર્ગત તા.17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજયભરમાં સુપોષણની જરૂરિયાતમંદ બાળકોને સુપોષણની કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે. અનેક જિલ્લાઓમાં 31 ડિસેમ્બર સુધીમાં કુપોષણ મુક્ત જીલ્લો બનાવવા માટે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટી તરફથી આ કાર્યક્રમ કરવામાં આવનાર છે. તા.૦૩ ઓક્ટોબર થી ૨૫ ઓક્ટોબર “મારી માટી, મારો દેશ” દરેક કાર્યક્રમ ગ્રામ્યસ્તરે, તાલુકા સ્તરે, પ્રદેશ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. ચંદ્રયાન-૩ની સફળતાપૂર્વક ઉતરાણ માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવતો અભિનંદનનો ઠરાવ પસાર કરવામાં આવશે.

આ ઠરાવ મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પહેલી બેઠકમાં પસાર કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જીલ્લા, મહાનગરોની 10 વર્ષથી નાની સ્કૂલ જતી 30,000 દીકરીઓની પસંદગી કરવામાં આવી છે તેમને સુકન્યા સમૃદ્ધિ યોજનાનુ ખાતું ખોલાવી તેનો પ્રથમ રૂ.500 નો હપ્તો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યુ કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વ્યક્તિગત કાર્યક્રમો તેમજ જીલ્લા, મંડલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક કાર્યક્રમો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. રક્તદાન કેમ્પના કાર્યક્રમ બાદ એક વર્ષ સુધી ગુજરાતમાં રક્ત ખૂટશે નહીં. ભારતીય જનતા પાર્ટીના અલગ મોરચાઓ તેમજ સેલ દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે. આશ્રમોમાં જઈ, વૃદ્ધાશ્રમમાં જઈ તેમને એક ટાઈમનુ ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે. માન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલેથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને કામ કરતાં હોય છે. ભવ્યાતિભવ્ય કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાય તેવા પ્રયત્નો કરવાના છીએ. ટીબીના દર્દીઓને ટીબી મુક્ત કરવા માટે કીટનું વિતરણ કરવામાં આવશે.

શેર 1
અગાઉની પોસ્ટ
વડોદરા: ગણેશોત્સવનો અનેરો ઉત્સાહ, 20 જેટલા લોકોએ 45 દિવસ મહેનત કરી 1 લાખ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમા સજાવી
આગામી પોસ્ટ
હિંદુ ધર્મમાં આ 5 વસ્તુઓને માનવામાં આવે છે મહાદાન, દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ એક દાન જરૂર કરો
gujarat paheredar

Related posts

બુલેટ ટ્રેનમાંથી આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસ, બન્યો નવો બ્રિજ

gujarat paheredarDecember 20, 2022

શું MCDને આજે પણ નહીં મળે મેયર? મનીષ સિસોદિયાએ કર્યો મોટો દાવો

gujarat paheredarFebruary 6, 2023

G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે

gujarat paheredarJanuary 14, 2023

રાજ્યમાં આજથી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જાણો ક્યાં પડી શકે છે વરસાદ

gujarat paheredarSeptember 14, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

gujarat paheredarSeptember 25, 2023

ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, રાજકીય બેઠકો-સભાઓ ગજવશે

gujarat paheredarNovember 18, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139864
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક