સામાન્ય રીતે આજના યુવાનો શોશિયલ મીડિયામાં મોટાભાગનો સમય વેડફતા હોય છે ત્યારે આ યુવા ખેડૂતે શોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રેરણા મેળવી આગામી બે દાયકાઓ માટે ખેતીની આવક ફિક્સ કરી અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે
અરવલ્લી જિલ્લાના યુવા ખેડૂતોએ આર્થિક રીતે સદ્ધર થવા ખેતીની ઢબ બદલી છે જિલ્લાના યુવા ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા વાર્ષિક રોકડીયા પાક તરફ વળ્યાં છે. ધનસુરા તાલુકાના શિકા ગામના લય ચૌધરી નામના ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમ થી પ્રેરણા મેળવી બાગાયતી પાકનો નવતર પ્રયોગ કરી તેમની એક હેક્ટર જમીનમાં જામફળની ખેતી કરી છે આ ખેડૂતે ચીલા ચાલુ ખેતી છોડી ઝારખંડના છત્તીસગઢ થી ઝામફળના 200 જેટલા છોડ લાવી વાવેતર કર્યું છે એક છોડના વાવેતર પાછળ 1000 જેટલો ખર્ચ કરી લાંબા ગાળાની કમાણી ઉભી કરી છે
સામાન્ય રીતે મોસમ આધારિત ચીલા ચાલુ ખેતી ઘઉં ચણા સહીત અન્ય અનાજની ખેતીઓમાં અનેક મુશ્કેલીઓ આવતા પૂરતા પ્રમાણમાં વળતર મળી શકતું નોહ્તું અને વેચવા પણ બહાર જવું પડતું હતું તેવામાં મારા લય ચૌધરીએ આ બાગાયતી ખેતી કરી લાંબાગાળાની એક ચોક્કસ આવક ઉભી કરી છે. આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતનું કહેવું છે કે, બાગાયતી જામફળની ખેતીમાં ખાસ ધ્યાન રાખવું પડતું નથી જેથી સમય અને નાણાની બચત થાય છે આ સાથે જ પાણીની પણ વધારે જરૂરિયાત રહેતી નથી.
શરૂઆતના તબક્કા બાદ ખર્ચ પણ ઓછો થાય છે હાલ આ ઝામફળ બજારમાં કિલોના 30 રૂપિયા કિલો પ્રમાણે વેચાઈ રહયા છે ત્યારે આ બાગાયતી પાકની ખેતી દ્વારા મબલખ ઉત્પાદનની સાથે મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવા અનેક ખેડૂતો હવે ખેતીની ઢબ બદલી બાગાયતી રોકડીયા પાક તરફ વળ્યાં છે