સપ્ટેમ્બર મહિનાનો અડધોથી વધુ સમય પસાર થઈ ગયો છે અને થોડા દિવસો પછી ઓક્ટોબર મહિનો શરૂ થશે. આ સાથે લોકોએ અમુક કામ સમયસર કરવા જોઈએ. કેટલાક કામો એવા પણ છે કે જેની સમયમર્યાદા સપ્ટેમ્બરમાં હોય છે અને જો આ કામો સપ્ટેમ્બર મહિનામાં પૂરા ન થાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ તેમના વિશે…
2000 રૂપિયાની નોટ-
આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ બેંક ખાતામાં જમા કરાવવા અથવા તેને બેંકમાંથી બદલી કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં, સપ્ટેમ્બરના અંત સુધીમાં, લોકોએ તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવી જોઈએ અથવા તેને બેંકમાંથી બદલી લેવી જોઈએ.
SBI સ્પેશિયલ FD-
વરિષ્ઠ નાગરિકો માટે SBIની સ્પેશિયલ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. SBI WeCare સ્પેશિયલ FD વરિષ્ઠ નાગરિકો માટે છે. આમાં 7.5 ટકા વ્યાજ મળે છે.
IDBI અમૃત મહોત્સવ FD-
IDBI એ ખાસ FD સ્કીમ શરૂ કરી છે. IDBIની આ FDનું નામ અમૃત મહોત્સવ FD સ્કીમ છે. 375 દિવસની આ FD સ્કીમમાં સામાન્ય નાગરિકોને 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળે છે. 444 દિવસની FD હેઠળ સામાન્ય નાગરિકોને 7.15 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે.
ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન-
ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનીની વિગતો આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સેબીએ નોમિનીને સૂચવવા અથવા નોમિનીમાંથી નાપસંદ કરવા ટ્રેડિંગ, ડીમેટ એકાઉન્ટ ધારકો અને મ્યુચ્યુઅલ ફંડ માટે 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે.