સૌથી પહેલા માર્કેટ રિસર્ચ કરો –
રમકડાના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરવાનું આયોજન કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. પર્યાપ્ત અને સારી રીતે કરવામાં આવેલ રિસર્ચ તમને તમારા બિઝનેસ મોડલનું આયોજન કરવામાં મદદ કરશે. આ દ્વારા તમે તમારા સ્પર્ધકો અને ટાર્ગેટ ઓડિયન્સ પાસેથી ઘણું શીખો છો.
ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવો –
બજારમાં હરીફાઈ તીવ્ર હોવાથી, તમારે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવવા વિશે વિચારવું જોઈએ. આ તમારા રમકડાંની માંગ જાળવી રાખશે. તમારે રમકડાંની કેટલીક હટકે ડિઝાઇન અને ફીચર્સ પર કામ કરવું જોઈએ, જેથી ગ્રાહકો તે કારણસર તમારી પ્રોડક્ટ્સ ખરીદવા આવે. આ તમને બાકીના સ્પર્ધકોથી અલગ કરશે.
કાચો માલ –
રમકડા બનાવવાની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે મૂળભૂત કાચી સામગ્રીની જરૂર છે. જેમ કે તમને પેટર્ન, ફેબ્રિક કટીંગ, મોલ્ડ મેકિંગ, સ્ટફિંગ માટે ફાઇબર, સિલાઇ મશીન અને આઈ અને નોઝ પિંચિંગની જરૂર હોય છે. જો તમે માત્ર સ્ટફ્ડ ટોય્સ બનાવવા માંગતા હો, તો તમારે પ્રીમિયમ ગુણવત્તાયુક્ત કાચો માલ અને સિલાઈ મશીનની જરૂર પડશે. પરંતુ, જો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટ કરવા માંગતા હો, તો તમારે પહેલા સ્થાન પસંદ કરવું પડશે. છેલ્લે તમારે રમકડા બનાવવાની મશીનરી સેટ કરવાની જરૂર પડશે.
આ મશીનો અને સાધનોની જરૂર પડશે –
ટોય મેન્યુફેક્ચરિંગ યુનિટને ડિજિટલ મલ્ટિમીટર, ટેમ્પ કંટ્રોલ્ડ, ડ્રિલિંગ મશીન, એલસીઆર મીટર, એનાલોગ મીટર, ટૂલ કીટ, ઈલેક્ટ્રોનિક સ્ક્રુડ્રાઈવર, કમ્બાઈન્ડ સોલ્ડરિંગ ડિસોલ્ડરિંગ સ્ટેશન, હાઈ સ્પીડ મિની ડ્રિલ સેટ, ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ ટૂલ્સ, ઈક્વિપમેન્ટ અને ડાઈઝનની જરૂર પડશે. ઉપરાંત, એક વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારા યુનિટને આગથી બચાવવા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ સેટ કરવી પડશે. જો તમે ભારતમાં રમકડાની દુકાન શરૂ કરવા માંગો છો, તો તમારે લગભગ 2થી 5 લાખ રૂપિયાની પ્રારંભિક મૂડીની જરૂર પડશે.