ઈનકમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, જો તમે 31 માર્ચ, 2023 સુધીમાં તમારા આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક નહીં કરો તો તમારા પેન કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જશે. એલઆઈસીએ તેના તમામ પોલિસી ધારકો માટે આ માહિતી પણ જારી કરી છે. પોલિસી સાથે પેન કાર્ડ લિંક (PAN link with LIC policy) કરવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પેન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ 2023 કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ આવો જ નિયમ નક્કી કર્યો છે અને રોકાણકારોને તેમના પેનને આધાર સાથે લિંક કરવા જણાવ્યું છે. એ જ રીતે LICને પણ પેન સાથે લિંક કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારત સરકાર ઘણા સમયથી આધાર-પેન કાર્ડ લિંક કરવા માટે સમયમર્યાદા જારી કરી રહી હતી. તેના પછી પણ ઘણા લોકોએ પોતાના પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. જો તમે હજુ સુધી પોલિસીને પેન સાથે લિંક નથી કરી, તો પણ તમે તેને ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. ચાલો જાણીએ તેના સ્ટેપ્સ…
- LIC ની સાઈટ પર પોલિસીની લિસ્ટની સાથે પેનની જાણકારી આપો
- હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરો. એલઆઈસી તરફથી એ નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરો
- ફોર્મ સબમિટ થયા પછી રજિસ્ટ્રેશન રિક્વેસ્ટના સફળ થવાનો મેસેજ આવશે
- હવે તમને ખબર પડી જશે કે, તમારો પેન પોલિસી સાથે લિંક થઈ ગયો છે
ઘરે બેસી ચેક કરો પોલિસીનું સ્ટેટસ
- LIC પોલિસીનું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.licindia.in/ પર જવું પડશે. અહીં સ્ટેટસ જાણવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવો પડશે નહીં. તેના માટે તમારે તમારી જન્મ તારીખ, નામ, પોલિસી નંબર નાખો. એક વખત રજિસ્ટ્રેશન થયા પછી તમે ક્યારેય પણ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો
- જો તમે કોઈ જાણકારી ઈચ્છો છો, તો 022 6827 6827 પર ફોન પણ કરી શકો છો. એ સિવાય તમે 9222492224 નંબર પર LICHELP <પોલિસી નંબર> લખીને પણ મેસેજ મોકલી શકો છો. તેમા મેસેજ મોકલવા પર તમારા પૈસા નહીં કપાય
SMS દ્વારા કેવી રીતે જાણકારી મેળવવી
- મોબાઈલ દ્વારા એસએમએસ મોકલીને પણ તમે પોલિસીના સ્ટેટસની જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારે 56677 પર એસએમએસ મોકલવું પડશે.
- જો તમારે પોલિસીનું પ્રિમિયમ જાણવું છે, તો તમે ASKLIC PREMIUM ટાઈપ કરી 56677 નંબર પર SMS મોકલી શકો છો
- જો પોલિસી લેપ્સ થઈ ગઈ છે, તો તેના માટે ASKLIC REVIVAL ટાઈપ પર SMS કરવાનું રહેશે