IDBI: હવે દેશની મોટી બેંકોની ગણતરીમાં સામેલ IDBI બેંકે FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ નવા વ્યાજ દરો બુધવારથી 12 એપ્રિલ, 2023થી અમલમાં આવી ગયા છે. બેંકે 3 થી 5 વર્ષ સુધીની FD પર વ્યાજમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. તે ગ્રાહકોને લઘુત્તમ 3.50 ટકા અને વધુમાં વધુ 7.65 ટકા વ્યાજ આપી રહ્યો છે. આ વ્યાજ દર રૂપિયા 2 કરોડથી ઓછીની FD પર ઉપલબ્ધ છે. એફડી દરોમાં સુધારો કર્યા પછી, બેંક 444 દિવસની એફડી પર સામાન્ય લોકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
IDBIએ રૂપિયા 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ વધાર્યું છે
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે – 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 3.50 ટકા
15 દિવસથી 30 દિવસ: સામાન્ય લોકો માટે – 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 3.50 ટકા
31 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે – 3.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 3.85 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે – 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 4.75 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે – 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 4.75 ટકા
91 દિવસથી 6 મહિના: સામાન્ય લોકો માટે – 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 5.25 ટકા
6 મહિના 1 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે – 5.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 6 ટકા
271 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 5.5 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.00 ટકા
1 વર્ષ: સામાન્ય લોકો માટે – 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.25 ટકા
1 વર્ષથી 2 વર્ષ ઉપર: સામાન્ય લોકો માટે – 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.50 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.25 ટકા
3 વર્ષથી 5 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.00 ટકા
5 વર્ષ: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.00 ટકા
5 વર્ષથી 7 વર્ષ ઉપર: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.00 ટકા
7 વર્ષથી 10 વર્ષ ઉપર: 6.25%; વરિષ્ઠ નાગરિક માટે – 7.00 ટકા
10 વર્ષથી 20 વર્ષ સુધી: 4.80 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 5.30 ટકા