ટેક જાયન્ટ ગૂગલે તેના યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. ગૂગલે હવે પોતાના જીમેલથી લઈને યુટ્યુબ, મેપ્સ, ડ્રાઈવ સુધીની દરેક વસ્તુમાં AI ચેટબોટ ગૂગલ બાર્ડનો સપોર્ટ આપી દીધો છે. હવે ગૂગલ યુઝર્સ તમામ ગૂગલ એપ્લીકેશનમાં AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે. ગૂગલ તરફથી આને તાજેતરમાં જ ગૂગલ સર્ચમાં AI જનરેટિવ ચેટબોટ ક્ષમતાઓ રજૂ કરવામાં આવી છે.
અલગ-અલગ એપ્લીકેશન સાથે જોડાયા બાદ હવે AI Bard યુઝર્સના પ્રશ્નોના જવાબ પહેલા કરતા વધુ સારી રીતે આપી શકશે. કંપનીએ માર્ચ 2023માં ગૂગલ બાર્ડ લોન્ચ કર્યું હતું. લોન્ચ થયા બાદ કંપનીએ તેમાં ઘણા ફેરફારોની સાથે ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે કંપનીએ તેને પોતાની તમામ એપ્સમાં એડ કરી દીધી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે આપણને ડેટાની જરૂર હશે ત્યારે એઆઈ બાર્ડના સમર્થનથી આપણી ક્વેરી તરત જ પૂર્ણ કરી શકાશે. ગૂગલે પોતાના આ નવા ફીચરને Bard Extensions નામ આપ્યું છે. ડોક્સ, ડ્રાઇવ, ગૂગલ મેપ, યુટ્યુબ અને ગૂગલ ફ્લાઈટ્સમાં બાર્ડનું ફીચર આવ્યા બાદ યુઝર્સને નવો અનુભવ મળશે.
યુઝર્સને આ રીતે ફાયદો થશે
અન્ય Google એપ્લિકેશન્સમાં Google Bardનો સપોર્ટ આવવાથી યુઝર્સને ઘણી રીતે ફાયદો થવાનો છે. ઉદાહરણ તરીકે, જો તમે અજાણ્યા શહેરમાં જાઓ છો, તો AI બાર્ડની મદદથી, તમે તે શહેર વિશેની વિગતવાર માહિતી જેમ કે હોટેલ્સ, બજારો, રેસ્ટોરન્ટ્સ, ત્યાંનું હવામાન મેળવી શકો છો. AI Bart તમને આ બધી માહિતી ટેક્સ્ટ અને ઑડિયો સ્વરૂપમાં આપશે.
યુઝર્સનો ડેટા સુરક્ષિત રહેશે
ગૂગલે યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખ્યું છે. કંપનીએ કહ્યું કે જે ડેટાનો ઉપયોગ કરવામાં આવશે તે સમીક્ષકો દ્વારા ઍક્સેસિબલ રહેશે નહીં. કંપનીએ કહ્યું કે યુઝર્સને તેઓ આ એક્સ્ટેંશનનો ઉપયોગ કેવી રીતે કરવા માગે છે તે પસંદ કરવાની સુવિધા હશે. જો તમે તેનો ઉપયોગ કરતા નથી, તો તમે તેને બંધ પણ કરી શકો છો, એટલે કે, તેને ડિસેબલ કરવાનો વિકલ્પ હશે.