એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત રૂ.320થી વધારીને રૂ.350 કરી દીધી છે, જે પહેલા રૂ.290 હતી.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, ચા વહન કરતા ઘણા કન્ટેનર હજુ પણ બંદર પર ફસાયેલા છે. આ કન્ટેનર ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યા હતા. એક દુકાનદારે જણાવ્યું કે, એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત રૂ.320થી વધારીને રૂ.350 કરી દીધી છે, જે પહેલા રૂ.290 હતી. તે જ સમયે, 900 અને 420 ગ્રામ પેકની કિંમત હવે રૂ.1480 અને રૂ.720 થઈ ગઈ છે. જે પહેલા રૂ.1350 અને રૂ.550 હતી. ડોનના અહેવાલ મુજબ તેમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે.
ચાની કિંમત રૂ.2500 પ્રતિ કિલો પહોંચશે
પાકિસ્તાન ઈન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશનના અધિકારી ઝીશાન મકસૂદે કહ્યું કે, આયાત હાલમાં સંકટમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે માર્ચમાં ભારે કટોકટી સર્જાઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન આ આયાતને મંજૂરી આપવામાં સમય લઈ રહી છે. તેમણે કહ્યું કે, 180 દિવસથી બંધ રહેવાને કારણે આ કન્ટેનરમાં લાવવામાં આવેલી ચાના ભાવને લઈને સંકટ ઊભું થયું છે. 6 મહિના પછી ડૉલરની કિંમત શું થશે તેની કોઈને ખબર નથી. તેમણે કહ્યું કે, બેંકો ક્રેડિટ લાઇન ખોલી રહી નથી.
એટલું જ નહીં, નવા કરારો અંગે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક તરફથી કોઈ સૂચના નથી. જીશાને કહ્યું કે, એવી સંભાવના છે કે જો કન્ટેનર છોડવામાં નહીં આવે તો પાકિસ્તાનમાં ચાની કિંમત રૂ.2500 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. તેમણે સૂચવ્યું કે, પાકિસ્તાને કેન્યા સાથે વેપાર સોદો કરવો જોઈએ. પાકિસ્તાન કેન્યામાંથી 90 ટકા ચાની આયાત કરે છે. પાકિસ્તાન દર વર્ષે કેન્યામાંથી $500 મિલિયનની ચાની આયાત કરે છે. અગાઉ શહેબાઝ શરીફે સાઉદી અરેબિયા અને IMF પાસે લોનની વિનંતી કરી હતી, પરંતુ તેમની માગને અવગણવામાં આવી હતી.