કોંગ્રસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ચૂંટણી સભાના સંબોધનમાં દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે અસભ્ય નિવેદન કરી પમાન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી મળતી વિગતો અનુસાર ગુજરાત રાજયમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પડઘમ તા.29 નવેમ્બરના રોજ શાંત થવાના હતા તેના થોડાક જ સમય પહેલા કોંગ્રસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ચૂંટણી સભાના સંબોધનમાં દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે અસભ્ય નિવેદન કરી ગુજરાત અને દેશની જનતાનું ગુજરાતની ઘરતી પરથી અપમાન કરવામાં આવ્યું છે.
મલ્લિકાઅર્જૂન ખડગેએ દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીને 100 માથાવાળા રાવણ કહી ગુજરાતની અસ્મિતાને લાંછન લાગાડ્યુ જેના કારણે ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમના નિવેદનનો આકરા શબ્દોમાં વિરોધ કરવામાં આવશે જેમાં ગુજરાતના નીચે જણાવેલા ચૂંટણીના બીજા તબક્કામાં આવતા જીલ્લાઓમાં જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરને તેમજ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.
વડોદરા શહેર,વડોદરા જીલ્લો ,છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર દાહોદ, ખેડા કર્ણાવતી શહેર અમદાવાદ જીલ્લો, ગાંઘીનગર શહેર, ગાંઘીનગર જીલ્લો, સબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ,બનાસકાંઠા,આંણદમાં આવેદન પત્રો અપાશે.