અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ, ચેત રહો, સ્વસ્થ રહો
અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ શરુ કરાઈ છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે સાવચેતી એ જ સલામતી છે. મકાનની છત પર, ટાયર, કુંડા વગેરેમાં વરસાદી પાણીનો ભરાવો થતો અટકાવવા નાગરિકોને અપીલ કરાઈ છે.
ચોમાસાની ઋતુમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે વરસાદી પાણીના ભરાવાને કારણે થતો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નાગરિકોને અપીલ
વરસાદ રોકાયા બાદ આપની સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યા પર ભરાયેલા
પાણીનો તાત્કાલિક નિકાલ કરો
પક્ષીખાના, કુંડા, ટાયર, વોટરકુલરની ટ્રે, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ
કરો
મચ્છરજન્ય રોગચાળાના મચ્છરો ભરાયેલા પાણીમાં બ્રિડિંગ કરતા હોવાના કારણે કોઈપણ
જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખો
પરિવારના તમામ સભ્યોની તબિયત સાચવવી તથા તાવ કે અન્ય લક્ષણ જણાય તો તાત્કાલિક
ડોક્ટરની સલાહ લેવી
આમ, તમામ લોકોને આસપાસના કોઈપણ સ્થળે વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી
રાખવા જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.