ન્યૂ દિલ્હી: દેશમાં જબરજસ્તી ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે અને હવે પાણી માથા પરથી નીકળી ચૂક્યું છે એટલી હદે છોકરીઓ તેનો ભોગ બની રહી છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ખૂબ ચિંતિત છે અને સરકારને ધર્માંતરણ વિરૃદ્ધ કાયદો બનાવવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે ટૂંક સમયમાં આ બાબતે નક્કર પગલાં ભરાશે. સરકારે કહ્યું કે હાલમાં નવ રાજ્યો, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, યુપી, કર્ણાટક અને હરિયાણામાં ધર્માંતરણ વિરૃદ્ધ કાયદો અમલમાં છે. સરકારે કહ્યું કે મહિલાઓ અને આર્થિક-સામાજિક પછાત વર્ગો સહિતના સમાજના બીજા વર્ગોના હકોના રક્ષણ માટે ધર્માંતરણ વિરોધી કાયદો જરુરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં જબરજસ્તી ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે જેમાં એક ધર્મના લોકો બીજા ધર્મની છોકરીને ફોસલાવી-પટાવીને જબરજસ્તીથી ધર્માંતરણ કરાવી લેતા હોય છે અને પછી તેની પર ત્રાસ ગુજારતા હોય છે.
સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી છે કે તે ટૂંક સમયમાં જબરજસ્તી ધર્માંતરણની વિરૃદ્ધ કાયદો બનાવવા નક્કર પગલાં ભરશે.