ગુજરાત એ સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે જાણીતા પલ્મોનોલોજિ ડો. તુષાર પટેલે પદભાર સંભાળ્યો હતો.
આપ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવતા
જણાવ્યું હતું કે, સમા જને સાથે રાખીને આગળ વધવું હોય તો ટીંકામાંથી પ્રેરણા લેતા શીખવું જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં મેડિકલ ક્ષેત્રમાં થયેલ બદલાવ વિશે વાત કરતાં કહ્યું કે, રાજયમાં પહેલાના સમયમાં મેડિકલ ક્ષેત્રની ફકત 1375 સીટો હતી જ્યારે આજે તે આક વધીને 7050 જેટલી સીટોએ પહોંચ્યો છે. આજે સમગ્ર દેશ પાસે વિઝનરી લીડરશિપ છે જેના કારણે અનેક ક્ષેત્રે મોટા બદલાવ આવ્યા છે એવું તેમણે ઉમેર્યું વધુમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાર્થી આપણે આગામી સમયમાં વાઇબ્રન્ટ સમિટ હતું.
યોજવા જઈ રહ્યા છીએ. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી આપણે વૈશ્વિક લેવલે ગ્લોબલ પ્લેટફોર્મ
પૂરું પાડી શક્યા જેના થકી અનેક ઉદ્યોગ – ધંધા રાજ્યમાં આવ્યા છે જેના કારણે ગુજરાત એ સમગ્ર દેશમાં સૌથી વધુ રોજ્ગારી આપતું રાજ્ય છે. અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમૃતકાળમાં વિકસિત ભારતના લક્ષ્ય
માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવીને આપણું યોગદાન આપીએ આપ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડો. તુષાર પટેલે પ્રમુખપદ સોંપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર્દીઓ કોઈપણ પ્રકારના ડર વગર તબીબો પાસે પોતાનું નિદાન
કરાવવા જાય તે પ્રકારનું વાતાવરણ અમદાવાદ મેડિક્લ એસોસિએશન દ્વારા ઊભું કરાશે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ બે નિર્ણયો બદલ આભાર
માન્યો છે. ડો. તુષાર પટેલે જણાવ્યું હતુ કે, BU પરમિશનના કારણે હોસ્પિટલ બંધ થઈ ત્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો મુખ્યમંત્રીના પ્રયાસોને કારણે શક્ય બન્યો. આ ઉપરાંત PMJAY યોજનામાં ડાયાલિસિસ ભાવ બાબતે પણ નિરાકરણ લાવી આપ્યું. આબે નિર્ણયો બદલ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયો હતો. પ્રમુખ ડો.તુષાર પટેલે ખાતરી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન સરકાર સાથે મળીને પ્રજાલક્ષી કામોમાં સાથ સહકાર આપશે.
અગામી દિવસોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સાથે મળીને હાર્ટ બીટ મૂવમેન્ટ
પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની 410 શાળામાંથી ધો.8 થી 12ના આશરે 1,70,000 જેટલા વિદ્યાર્થીઓને
PR 24.09.2023 B.docx
CPR ની ટ્રેનિંગ આપવામાં આવશે. આઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના TB મુક્ત ભારત અભિયાન અતર્ગત NGO સાથે મળી અને ઇન્ડસ્ટ્રીની મદદથી શહેરના વાર્ષિક 4000 જેટલા દર્દીઓને ન્યુટ્રીશન ખોરાક અપાશે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ડો. પાયલ કુકરાણી, રાજપથ ક્લબના પ્રમુખ જગદીશભાઈ પટેલ, કર્ણાવતી ક્લબના પ્રમુખ દુર્ગેશ બુચ, મેડિકલ હોસ્પિટલોના ડીન, અજય પટેલ, ડો. શહેરના અગ્રગણ્ય અને જાણીતા તબીબો હાજર રહ્યા હતા. – જીતેન્દ્ર શાહ, ડો. ધનેશ પટેલ, ડો. ગાર્ગી પટેલ,શહેરના અગ્રગણ્ય અને જાણીતા તબીબો હાજર રહ્યા હતા.