ગુજરાત પહેરેદાર: “વિશ્વ નદી દિવસ” નિમિત્તે નદીઓ, તળાવો અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આરએસએસ ની ભગિની સંસ્થા ગંગા સમગ્ર ગુજરાતના સંરક્ષક, સંયોજક, સહસંરક્ષક, સહસંયોજક, સંગઠન મંત્રી, કાર્યઅઘ્યક્ષ તેમજ મહિલા અઘ્યક્ષ ના માર્ગદર્શનમાં રવિવાર, ૨૪મી સપ્ટેમ્બરના રોજ, ગુજરાત પ્રાંતના ગંગા સમગ્ર, કર્ણાવતી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં:
૧) અમદાવાદના હાટકેશ્વર મુક્તિધામ (ખોખરા સ્મશાન) સ્થળ અને કર્ણાવતી શહેરના પાર્કિંગ વિસ્તાર પર સ્વચ્છતાની કામગીરી કરતી વખતે, સ્મશાન સ્થળ પર હાજર લોકોને ગંગા સમગ્રના કામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
૨) સુરત શહેરમાં તાપી નદીના ઘાટો પર સ્વચ્છતા અભિયાન અને ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલોની મુલાકાત લઈને ફૂલો અને બિનજરૂરી પૂજા સામગ્રી એકત્ર કરવામાં આવી હતી.
૩) નવસારી શહેરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સ્થળ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને નાગરિકોને પાણી, નદી અને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
૪) વલસાડ શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગંગા સમગ્ર આરએસએસ ના નેજા હેઠળ સંપૂર્ણ ભારતમાં નદીઓ, તળાવો, નહેર, શુદ્ધ પાણી, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી અને જાગૃતિનું કામ કરી રહી છે અને તેના કામની પ્રશંસા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કરી રહ્યા છે