જામનગરના જાહેર કાર્યક્રમમાં મહિલા નેતાઓ વચ્ચે તૂં-તૂં, મે-મે થતી જોવા મળી હતી. આ મહિલા નેતાઓ જાહેરમાં શાબ્દિક રીતે બાખડ્યા હતા. જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર મીનાબેન કોઠારી વચ્ચેની તૂં તૂં મે-મે જોવા મળી હતી. ત્યાર બાદ સાંસદ પૂનમ માડમે પણ મધ્યસ્થિ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીવાબાના તીખા તેવર જોવા મળ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, વડીલપણું ઈલેક્શનમાં જોઈ લીધું. આમ આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા નેતાઓની શાબ્દિક ટપાટપી જોવા મળી રહી છે.
જામનગરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે શહીદ સ્મારક લોકાર્પણ વખતે આ ઘટના બનતા જામનગરનું રાજકારણ પણ ગરમાયું છે.
રીવાબાને સાંસદ પૂનમબેન માડમે કંઈક કહ્યું ત્યારે તેમણે કહયું કે, સળગાવવાળા તમે જ છો એટલે ઠાળવાનો પ્રયત્ન ન કરો. અમુક લોકોને ભાન નથી પડતી. આવા શબ્દો જાહેરમાં બોલે છે. મને ખરાબ લાગે છે કે, આવા શબ્દો જાહેરમાં બોલે છે. રીવાબાને મેયરે કહ્યું તમે મેયર સાથે વાત કરો છો. રીવાબાને સાસંદ પૂમનબેને કહ્યું તમે મેયર સાથે વાત કરો છો એવી રીતે વાત નહીં કરો, તમારાથી મોટા છે. આમ રીવાબાના તીખા તેવર જોવા મળ્યા હતા અને તેમને એમ પણ કહ્યું કે, ઈલેક્શનમાં અમે વડીલપણું જોઈ લીધું. આમ આ વાતને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે.
સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા અને મેયર એમ ત્રણેયને જનરલ બોર્ડની મિટીંગના કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.
શહીદ સ્મારક લોકાર્પણ કાર્યક્રમમાં તૂ તૂ મે મે માં રીવાબા જાડેજાના આકરા તેવર જોવા મળ્યા હતા. જામનગરના ધારાસભ્ય અને મેયર વચ્ચે કોઈ બાબતે બબાલ જોવા મળી ત્યારે સાંસદ પૂનમ માડમે સમજાવતા તેમણે કહ્યું કે, કેટલાક લોકો ઓવરસ્માર્ટ બની રહ્યા છે તેમ રીવાબાએ કહ્યું હતું જો કે, આ વાત કોના માટે કહી હતી તેને લઈને પણ સવાલ છે.
આ તૂં તૂં મે મે આખરે કયા કારણોથી થઈ તેને લઈને હજૂ કોઈ સ્પષ્ટતા નથી થઈ.
પૂનમ માડમ સમજાવી રહ્યા હતા પરંતુ તેઓ ગુસ્સામાં દેખાયા હતા. જો કે, લોકો મધ્યસ્થિ કરતા જોવા મળ્યા આજુબાજુ લોકો પણ ત્યાં હતા અને મીડિયાના કેમેરા પણ ચાલું હતા તે છતાં પૂનમ માડમ અને રીવાબા અને મેયર વચ્ચે શાબ્દીક ટપાટપી થતા દ્રશ્યો સામે આવ્યા હતા.
જાણો ભાજપ પ્રદેશ પ્રમુખે આ વાતને લઈને શું કહ્યું
જામનગરમાં ઘટનાને લઈને સીઆર પાટીલને પણ સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું કે, આ સમગ્ર ઘટનાથી અજાણ છું. માહિતી મેળવી દરેકને સાંભળવામાં આવશે અને કઈ રીતે આગળ વધવું તે નક્કી કરાશે. આમ સીઆર પાટીલના ધ્યાને આ વાત આવી છે.