ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિવસની ઉજવણીનો રંગેચકે પ્રારંભ રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ અને ધારાસભ્ય વાઘાણી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિવસની ઉજવણીનો રંગેચકે પ્રારંભ રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ અને ધારાસભ્ય વાઘાણી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજઘાટ ખાતે રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી, ભાવનગરની સ્થાપનાના ૩૦૦ વર્ષ પૂર્ણ કરી ૩૦૧માં પ્રવેશ કર્યો છે ત્યારે આજરોજ ભાવનગર ખાતે ત્યારબાદ જવાહર મેદાન ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર વર્ષીતપના પારણાના પ્રસંગે ઉપસ્થિત પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા અન્ય મહાનુભાવોની સાથે મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા અન્ય મહાનુભાવોના હસ્તે મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિસ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો રહ્યા હતા. આજે બોરતળાવ ખાતે કાર્નિવલમાં ૭ઃ૩૦ કલાકથી કૈલાસ વાટીકા ખાતે જીગ્નેશ કવિરાજ, ઉર્વશી રાદડિયા, સુખદેવ ધામેલીયાના લોક સાહિત્ય, લોકસંગીત, હાસ્યરસના કાર્યક્રમની રમઝટ રહેશે. આ સાથે ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિન નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તૈયાર કરાયેલ ૩૦૧ કિલોનો લાડુ ભારત માતાને અર્પણ કરવામાં આવશે અને તે આંગણવાડીના બાળકોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે. સહુ ભાવેણાવાસીઓને આપણા પોતિકા એવા આ પ્રસંગમાં પધારવા અને ઉજવણીમાં સામેલ થવા ભાવનગર જન્મોત્સવ સમિતિ વતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.