સીમને RAW એજન્ટ તરીકે દર્શાવવામાં આવી
આ ફિલ્મના ટ્રેલરમાં સીમા હૈદરને ISI એજન્ટ નહીં, પરંતુ RAWના એજન્ટ તરીકે બતાવવામાં આવી છે. જ્યારે પાકિસ્તાનને આ વાતની જાણ થઈ તો ત્યાં ભારે હોબાળો થયો. જ્યારે પાકિસ્તાનમાં આ ઘટસ્ફોટ પહેલા સીમા ભારત ભાગી ગઈ હતી અને લોકો વચ્ચે રહેતી જોવા મળી હતી.
જયંત સિન્હાએ દિગ્દર્શન કર્યું
આ ફિલ્મનું નિર્દેશન જયંત સિન્હાએ કર્યું છે, જ્યારે નિર્માતા અમિત જાની અને ભારતી સિંહ છે. ફિલ્મ ‘કરાચી ટુ નોઈડા’ના ટ્રેલરમાં ફરહીન ફાલેર સીમા હૈદરના રોલમાં છે જ્યારે આદિત્ય રાઘવ સચિન મીનાના રોલમાં છે. અન્ય કલાકારોની વાત કરીએ તો ‘ગદર 2’ના મેજર મલિક રોહિત ચૌધરીના કરાચી પોલીસ કમિશનરના રોલમાં છે અને યયા ખાન મનોજ બક્ષીના પાત્રમાં પાક આર્મી ઓફિસર છે.
કોણ છે સીમા હૈદર?
સીમા હૈદર નેપાળ થઈને ભારત આવી હતી. સીમાના કહેવા પ્રમાણે, PUBG ગેમ રમતી વખતે તે અને નોઇડામાં રહેતો સચિન મિત્ર બન્યા હતા. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. સીમાના પતિ સાઉદી અરેબિયામાં રહે છે અને તેમને 4 બાળકો છે. પોતાના બાળકો અને પતિને પાછળ છોડીને સીમા કાઠમંડુ થઈને ભારત આવી હતી.