‘લિયો’ રિલીઝના 13માં દિવસે કેટલી કમાણી કરશે?
‘લિયો’ રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની સાથે તેણે સારું કલેક્શન પણ કર્યું છે. ફિલ્મે રિલીઝના 11મા દિવસે 300 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. હાલમાં આ ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં છે, જોકે બીજા સોમવારથી ફિલ્મની કમાણીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજા અઠવાડિયાની કમાણીની વાત કરીએ તો ‘લિયો’એ બીજા શુક્રવારે 7.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પછી બીજા શનિવારે ફિલ્મનું કલેક્શન 15 કરોડ રૂપિયા હતું. બીજા રવિવારે ‘લિયો’એ 16.55 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી. બીજા સોમવારે, ફિલ્મની કમાણીમાં 73.11 ટકાનો ઘટાડો થયો અને તેણે માત્ર 4.45 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે ફિલ્મની રિલીઝના 13માં દિવસે એટલે કે બીજા મંગળવારે તેણે 4 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કર્યું છે. આ પછી 13 દિવસમાં ફિલ્મની કમાણી 311.90 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.