ભારત જોડો યાત્રામાં બ્રેક લઈને આજે ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંઘી આવી રહ્યા છે. કોંગ્રેસની ઘણા દિવસ બાદ મોટી સભા યોજવામાં આવી રહી છે.
PM મોદીનો સુરેન્દ્રનગરથી લઈને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગર બપોરે 12 કલાકે જાહેરસભાને સંબોધશે. બપોરે 1 કલાકે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. બપોરે 2 કલાકે જંબુસર ખાતે જાહેરસભાને સંબોધશે. બપોરે 3.00 કલાકે નવસારી માટે પ્રસ્થાન કરશે. તેઓ નવસારીમાં સાંજે 4 કલાકે જનસભાને સંબોધશે. નવસારીથી સભા પૂર્ણ કરી સાંજે 5 વાગ્યે સુરત એરપોર્ટ માટે રવાના થશે, ત્યાર બાદ સુરતથી દિલ્હી માટે રવાના થશે.
અમિત શાહ ખંભાળિયામાં સભા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધશે. દ્વારકાના ખંભાળિયા બાદ બપોરે 1.00 કલાકે ગીરસોમનાથ, કોડીનાર તેમજ બપોરે 3.00 કલાકે જૂનાગઢના માળીયા, હાટીના અને સાંજે 6.30 કલાકે ભુજ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.
સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની બે સભા યોજવામાં આવશે
ભારત જોડો યાત્રામાં બ્રેક લઈને આજે ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંઘી આવી રહ્યા છે. કોંગ્રેસની ઘણા દિવસ બાદ મોટી સભા યોજવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણી સભાઓને સંબોધશે. તેઓ આજે બપોરે 1 કલાકે સુરતના મહુવાના પાંચકાકડા ગામે અને બપોરે 3 કલાકે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.