સમગ્ર વિશ્વમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, આ મેસેજિંગ એપ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બની જાય છે કે યુઝર્સની પ્રાઈવસી સંપૂર્ણ રીતે જાળવવામાં આવે. આને ધ્યાનમાં રાખીને, WhatsApp સમયાંતરે નવા ફીચર્સ લાવે છે. વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યું છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે WhatsApp એન્ડ્રોઇડ બીટા પર એક નવા સેફ્ટી ટૂલનું પરીક્ષણ કરી રહ્યું છે જે યુઝરને અજાણ્યા નંબર પરથી મેસેજ આવે ત્યારે કામમાં આવશે.
વોટ્સએપના આવનારા અને ટેસ્ટિંગ મોડમાં ચાલતા ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabatinfoએ કંપનીના આ નવા ફીચરનો ખુલાસો કર્યો છે. વેબસાઈટ અનુસાર, વોટ્સએપ એક નવું ફીચર લાવી રહ્યું છે જેમાં અજાણ્યા નંબરથી આવનારા મેસેજ દરમિયાન ડિસ્પ્લેમાં એક નવી સ્ક્રીન ખુલશે. સુરક્ષા માટે આ સ્ક્રીનમાં જોરદાર ફીચર્સ મળી શકે છે.
ડિસ્પ્લેમાં નવી સ્ક્રીન ખુલશે
અજાણ્યા નંબર પરથી મેસેજ મળવા પર યુઝરના ડિસ્પ્લે પર એક નવી સ્ક્રીન ખુલશે. આ સ્ક્રીનમાં તમને તે મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે વિકલ્પો આપવામાં આવશે. સ્ક્રીનમાં તમને બે પ્રકારના વિકલ્પો આપવામાં આવશે. આમાં, તમે તે અજાણ્યા સંપર્કને બ્લોક કરી શકો છો અથવા તમને તે સંદેશ સામે WhatsAppની મધ્યસ્થ ટીમને જાણ કરવા માટે બે પ્રકારના ઝડપી વિકલ્પો મળશે.
આ ફીચર યુઝર્સને પ્રોફાઈલ નામ, પ્રોફાઈલ ફોટો અને ફોન નંબરનો કન્ટ્રી કોડ ચેક કરીને સુરક્ષા પૂરી પાડે છે. જ્યારે કોઈ અજાણ્યા નંબર પરથી સંદેશ આવે છે, ત્યારે એક સ્ક્રીન ખુલશે કે જ્યાં લખ્યું હશે કે તમે મેસેજ વાંચી લીધો છે, જ્યાં સુધી તમે તેનો જવાબ ન આપો અને તેને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં એડ ન કરો નહીં ત્યાં સુધી તમને વધારાના ગોપનીયતા નિયંત્રણો આપશે.
આ ફીચર્સ લોન્ચ થયા
તમને જણાવી દઈએ કે WhatsApp સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. હાલમાં જ વોટ્સએપે યુઝર્સ માટે એક ફીચર લોન્ચ કર્યું હતું, જેમાં હવે મેસેજ મોકલ્યા બાદ પણ એડિટ કરી શકાશે. આની સાથે જ વોટ્સએપે એક બીજું ફીચર લોન્ચ કર્યું છે જેમાં કોઈપણ યુઝર નંબર સેવ કર્યા વગર પણ કોઈની સાથે ચેટ કરી શકે છે. આ ફીચરની માંગ ઘણા સમયથી થઈ રહી હતી.