અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.
AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.
AIMIM એ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસીએ ચૂંટણીમાં દલિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
જો કે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ઘણા રસપ્રદ ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. આવો જ એક બદલાવ અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં જોવા મળ્યો છે. આ બેઠક પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા તે કોંગ્રેસમાં જોડાયા હતા. જેને લઈને ઓવૈસી નારાજ પણ થયા છે.