ભુજ2 કલાક પહેલા
માનકુવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરી હતીભુજ ફાયર વિભાગે તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી
ઉનાળા દરમિયાન કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળે આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાલતા વાહનોમાં પણ આગની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે મંગળવારે મધ્યરાત્રીએ ભુજ તાલુકાના નારણપર પાસે ચાલતી ટ્રકમાં આગ લાગી ઉઠી હતી. આગને કાબુમાં લેવા ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવાયો હતો. પરંતુ આ દરમિયાન ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતાં ભારે નુકશાન પહોંચ્યું હતું.
ભુજ તાલુકાના નારણપર પાસે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે ગત રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં ભુજ તરફ જતી ટ્રક નંબર GJ12 BW 7579માં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ જોતજોતામાં સમગ્ર ટ્રકમાં ફરી વળી હતી. માનકુવા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે આવી પહોંચી સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. જો કે આ સમય દરમિયાન ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ભુજ ફાયર વિભાગના મામદ જત, ભાવેશ માતંગ, પરાગ જેથી અને રમેશ ગાગલ આ કામગીરીમાં જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે…