માલપુર પીઆઈ ચૌધરીનો સંપર્ક કરતા હું હમણાં કામમાં છું કહી ફોન કાપી નાખી નિષ્ફ્ળતા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
દેશી મંદિરના ક્વાંટરીયા ભરેલી સરપંચ લખેલી સ્કોર્પિઓ અગ્રણી રાજકીય પક્ષના ઉમદેવારની હોવાની ચર્ચા
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં સ્થાનિકો એક ઉમેદવારનું નામ પણ બોલતા રાજકારણમાં ગરમાવો
માલપુર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા
માલપુર પીઆઈ ચૌધરીનો સંપર્ક કરતા હું હમણાં કામમાં છું કહી ફોન કાપી નાખી નિષ્ફ્ળતા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદારોને લલચાવવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ અનેક પ્રકારની લાલચ અપાતી હોય છે.ત્યારે માલપુર તાલુકાના અણીયોર ગામની ચોકડી નજીક દેશી મંદિરના ક્વાંટરીયા ભરેલી કાર સ્થાનિક લોકોએ ઝડપી પાડતા ભારે ચકચાર મચી હતી સ્થાનિક લોકોએ સરપંચ લખેલી સ્કોર્પિઓમાં છલોછલ દેશી મંદિરના ક્વાંટરીયા ભરેલ અને નીચે રોડ પર પડેલી પેટીઓનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો સ્થાનિક યુવાનોએ દારૂ ભરેલી સ્કોર્પિઓ ઝડપી પાડતા માલપુર પોલીસ ઉંધા માથે પછડાઈ હતી માલપુર પોલીસે હજુ આવું કઈ આવ્યું ન હોવાનું રટણ કર્યું હતું
માલપુર-બાયડ પંથકમાં સરપંચ લખેલી કાળા રંગની સ્કોર્પિઓ ગાડીમાં મોટી માત્રામાં દારૂ ભરી મતદારોને પહોંચાડવામાં આવી રહ્યો હોવાની બાતમી જાગૃત યુવાનોને મળતા અણીયોર ચોકડી નજીક વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત સ્કોર્પિઓ આવતા યુવાનોએ જીવના જોખમે અટકાવતા ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો યુવાનોએ ગાડીમાં દેશી મદિરાના ક્વાટરની પેટીઓથી છલોછલ ભરેલી જોતાની સાથે યુવાનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં અગ્રણી પક્ષના ઉમેદવારનું નામ પણ સંભળાઈ રહ્યું છે સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરીના લીરેલીરા ઉડી ગયા હતા
ચૂંટણી પંચના નિષ્પક્ષ ચૂંટણી યોજવાના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દારૂ ભરેલી કાર કોની છે તે અંગે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.