આ સ્લીપમાં QR કોડ જોવા મળશે, જે ક્રોડના આધારે મતદાન મથક પર સ્ટાફ દ્વારા સ્કેન કરવાથી સિસ્ટમમાં મતદાતાઓ ફોટો આપોઆપ જનરેટ થઈ જાશે.
વિધાનસભાની ચૂંટણીમા મત લેવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા મતદારો સરળતાથી મતદાન કરી શકે તેવા હેતુસર મતદારોની સ્લીપનું વિતરણ ચાલું કરાયું છે. જોકે, આ વખતે સ્લીપમાં મતદાતાનો ફોટો જોવા નહીં મળે, સ્લીપમાં QR કોડ હશે જેના લીધે સીસ્ટમમાં ઓટોમેટિક ફોટો જનરેટ થઈ જાશે. મતદાર તેના નિયત બુથ પર જઈને મતદાન કરી શકે તેવા હેતુસર ઘરે ઘરે સ્લીપનું વિતરણ કરવામાં આવે છે. ભાવનગર વહીવટી તંત્ર બુથપર હેલ્પમાટેડેસ્ક ઉભા કરાશે . મતદારો અટવાય અથવા તો તેને કોઈ કારણોસર સ્લીપ મળી ન હોય કે, સ્લીપ વિશે આઈડિયા ન આવતો હોય તો મતદાન બુથ પર વહીવટી તંત્ર દ્વારા હેલ્પ ડેસ્ક ઉભો કરવામાં આવ્યો હશે, જ્યા મતદાતા પોતાનું નામ આપશે તો તેના આધારે સ્ટાફ પાસે મતદાર યાદી કકાકિકીકુ… પ્રમાણેના લીસ્ટમાં નામ શોધીને બુથ વિશે માહિતી, માર્ગદર્શન આપશે, જોકે મતદાતા પાસે નિયત કરાયેલ આઈડી કાર્ડ હોવું જરૂરી છે. દ્વારા આ સ્લીપનું વિતરણ ચાલું કરી દેવાયુ છે, જે સ્લીપમાં મતદારનું નામ, ભાગ નંબર, ક્રમ નંબર, મતદાનનું સ્થળ તેમજ સ્લીપની પાછળના ભાગે મતદાન મથકનો નકશો પણ જોવા મળશે. જેથી મતદાન સહેલાઈથી મતદાન કરી શકે. જોકે, આ વખતે મતદાન સ્લીપમાં મતદાતાનો ફોટો જોવા નહીં મળે, જે અગાઉ જોવા મળતો હતો, પરંતુ સ્લીપમાં QR કોડ જોવા મળશે, જે ક્રોડના આધારે મતદાન મથક પર સ્ટાફ દ્વારા સ્કેન કરવાથી સિસ્ટમમાં મતદાતાઓ ફોટો આપોઆપ જનરેટ થઈ જાશે.