વડોદરા: ગુજરાત ફયૂચર ટોપ મોડેલ ફેશન શો અને ડાંસ કમ્પેટીશન ૨૦૨૩ – સીઝન ૩ની ગ્રાન્ડ ફીનાલે રવિવાર ૧૯મી ફેબરુઆરી ૨૦૨૩ ના રોજ સાંજે ૬ કલાકે, વડોદરા શહેરમાં ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી વિસ્તાર ખાતે રાખવાંમા આવેલ હતી જેમાં વડોદરા શહેર તથા સમગ્ર ગુજરાતમાંથી કીડ્સ, મિસ, મિસ્ટર, અને મિસેસ કેટેગરી માટે ફેશન શો અને ડાંસ કોમ્પિટીશનનું આયોજન ઓર્ગેનાઇજર શ્રી રવી કદમ અને શ્રીમતી વિનીતા કદમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગુજરતના દરેક શહેરમાંથી મોટી સંખ્યામાં મોડેલ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ ઇવેન્ટમાં જજ તરીકે ફેશન કોરીઓગ્રાફર મેહુલ સુતાર, ફેશન મોડેલ હેતલ શેઠ, ફેશન મોડેલ અને ડોક્ટર ગીતા મહેતા, ફેશન મોડેલ સત્યા પટેલ, અને ડાન્સ જજમાં ડાંસ કોરીઓગ્રાફર શક્તિ મહીડા બાપુ, અને દુબઈ યુએઈથી ડાંસ ચોરોગ્રાફર દેવાંશી ભટ્ટ આવેલ હતી, દાહોદ જિલ્લામાંથી ડાંસ ચોરોગ્રાફર કબીર પટેલ હાજર રહેલ હતાં જેમાં વડોદરા શહેર તથા સમગ્ર ગુજરાત જિલ્લામાંથી બધાજ મિસ, મિસ્ટર, અને કીડ્સ દ્વારા મોડેલિંગ અને ડાન્સ ધારકો દ્વારા બહુ સરસ પરફોરર્મન્સ આપેલ હતા, આ સ્પેશિયલ ઇવેન્ટમાં સૌ લોકોએ બહુજ સરસ મજા માણી હતી, આ શોની ઓડિશન વડોદરા, સુરત, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં રાખવા માં આવેલ હતી,
આ શો ની ગ્રાન્ડ ફીનાલે રવિવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩નાં દિવસે સાંજે ગુજરાત પબ્લિક સ્કૂલ માં રાખવાંમાં આવેલ હતી જેમાં વડોદરા શહેરમાંથી બહુ મોટી સંખ્યામાં ઓડિશન હાજર હતી. આ શોમાં કીડસ્, મિસ, મિસ્ટર, મિસેસ બધી કેટેગરીમાં વિનર, ફર્સ્ટ રનર્સ અપ, સેકંડ રનર્સ અપ અને વિવિધ પ્રકારના ટાઇટલ માટે પસંદગી કરવામાં આવેલ હતી અને વિનર્સ માટે ટ્રોફી, સર્ટિફિકેટ, શેશ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો. સાથે ઇવેન્ટમાં બધા પસંદ કરાયેલ વિજેતા પારટીસિપંટ્સ માટે આર વેંચર ના ઓર્ગનાયજર દવારા હાર્દિક સુભેછા પાઠવવામાં આવી હતી.
આ શોની સુંદર કોરોગ્રાફી યતીન પંચાલ અને આમિર પઠાણ દ્વારા કરવામાં આવેલ હતી, ફોટોગ્રાફિ તેજુ ફોટોગ્રાફી દ્વારા કરવાંમાં આવેલ હતી, શોની મેનેજમેન્ટ જુનેદ રયીન દ્વારા કરવાંમાં આવેલ હતી. ટ્રોફી માટે સ્પોન્સરશિપ ઈશાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ હતી જ્યારે સર્ટિફિકેટ અને શેશ્ માટે અનીલભાઈ દ્વારા કરવાંમાં આવેલ હતી. ઓડીટેશન માટે રિલાયન્સ મોલ, ઈવા મોલ, સેવન સીઝ મોલ, યુનાઇટેડ કીચન, કલભુમી એકેડેમી, ઇન્ડિયન બ્યુટી ઇન્સ્ટિ્યૂટ આ શો માટે મોડેલ મેનેજમેન્ટ જુનેદ રાયીન દ્વારા કરવાંમાં આવેલ હતું.
આ શોમાં બ્યુટી મેકઅપ પાર્લર પાર્ટનર તરીકે ઇન્ડિયન બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભાગ ભજવવામાં આવ્યો હતો જ્યારે શો માટે કલોથીંગ પાર્ટનર તરીકે ગ્લોબસ ફેશન સ્ટોર દ્વારા ભાગીદારી નિભાવી હતી.
સમાચાર, ઇવેન્ટ અને જાહેરાત માટે સંપર્ક કરો:
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, ફોન – 9925368282, 9824368282,