જુનાગઢ વિધાનસભા બેઠક પરના ઉમેદવારોનું ખર્ચનું બીજું ઇન્સ્પેક્શન થયું હતું જેમાં અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવારે 9.33 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે 8.24 લાખ ખર્ચ દર્શાવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે 7.63 લાખનો ખર્ચ રજૂ કર્યો છે
જુનાગઢ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચનો હિસાબ રાખવામાં આવી રહ્યો છે આ વખતે ઉમેદવારના ખર્ચની મર્યાદા 40 લાખ કરવામાં આવી છે જુનાગઢ બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું બીજી ઇન્સ્પેક્શન થયું હતું જેમાં ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા એ અત્યાર સુધીનો કુલ ચૂંટણી ખર્ચ 933352 દર્શાવ્યો છે જેમાં બેનર કાર્યાલયનું ભાડું, કટ આઉટ, મંડપ ભાડું મળી અત્યાર સુધીનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે પરંતુ પેમ્પલેટ અને સાઉન્ડ સાથેની ઓટો રિક્ષા ના ચાર્જ એસ.ઓ.આર મુજબ ન દર્શાવતા ઓબ્ઝર્વરે તેની નોંધ કરી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી એ અત્યાર સુધીમાં 824389 નો ખર્ચ દર્શાવ્યો છે જેમાં 1.23 લાખનો હોર્ડિંગ 11150 કાર્યાલય ખર્ચ સહિતના ખર્ચનો સમાવેશ થાય છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતનભાઇ ગજેરા એ અત્યાર સુધીનો 7. 63 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે જેમાં રિક્ષા ભાડું લાઉડ સ્પીકર પેમ્પલેટ ના ખર્ચ નો ઉલ્લેખ કર્યો છે જ્યારે અપક્ષ ના ઉમેદવાર હરેશભાઈ સરધારાએ કોઈ ખર્ચ ન કર્યાનું અને તેની પાસે 2050 રૂપિયાની સિલક હોવાનું દર્શાવ્યું છે