જુનાગઢ મનપા દ્વારા આજ સુધી વિપક્ષના નેતાને એસી ઓફિસ કાર ડ્રાઇવર ફોન સ્ટાફ કોમ્પ્યુટર સહિતની સુવિધાઓ અપાતી હતી અગાઉ શા માટે વિપક્ષ નેતાનું પદ અને તેને મળતી શરતો આપી હતી? હવે શા માટે તમામ શરતો અને વિપક્ષ નેતાનું પદ લઈ લેવામાં આવ્યું? તે ચોક્કસ કારણ હજુ સુધી કોઈ બોલવા તૈયાર નથી થોડા દિવસ પહેલા ભાજપના શાસકોએ જનરલ બોર્ડ બોલાવી સુવિધાઓ અને પદ બહુમતીના જોરે ઠરાવ કરી આચકી લીધું તો અગાઉ આપવાનું કારણ શું હતું? તાજેતરમાં મ્યુનિસિપલ એક્ટમાં કોઈ સુધારો કે વધારો કે બદલાવ આવ્યો નથી પરંતુ વાંધો પડે તો બધું લઈ લેવાનું હોય તેવો ઘાટ ઘડાયો છે જનરલ બોર્ડમાં ઠરાવ કર્યા બાદ આજે વિધિવત રીતે મનપામા પહેલા માળ પર ચાલતી વિરોધ પક્ષની કચેરીને સત્તાવાર રીતે તાળા મારી દેવામાં આવ્યા છે બે દિવસથી વિપક્ષ કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ તેના પોટલાં બાંધવામાં વ્યસ્ત હતો આજે સવારથી જ તાળા મારી દેવાતા અને વિપક્ષ નેતાની કચેરીનો સ્ટાફને હજુ કોઈ જગ્યા પર નોકરી ફાળવવામાં ન આવતા તે સ્ટાફ પણ અન્ય કચેરીઓમાં બેસી સમય પસાર કરી રહ્યો છે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિપક્ષ નેતાની કચેરીને તાળા મારી દેવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે