આ વેબ કાસ્ટીંગની કામગીરીમાં મોનીટરીંગ અને સુપરવિઝન માટે નોડલ અધિકારી ઉપરાંત NIC, DLE અને GSWAN ના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા પણ દેખરેખ રાખવાની વ્યવસ્થા ગોઠવાઇ છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત ક્રિટીકલ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગની સુવિધા ઉભી કરાઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં મતદાનના દિવસે વર્ગીકૃત કરાયેલ કુલ-૩૧૭ જેટલાં ક્રિટીકલ
મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગની સુવિધા ઉભી કરાશે
વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે આગામી તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની યોજાનારી ચૂંટણીના મતદાનના દિવસે જિલ્લાના ક્રિટીકલ મતદાન મથક તરીકે વર્ગીકૃત કરાયેલાં કુલ-૩૧૭ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં નાંદોદ વિધાનસભા વિસ્તરમાં-૧૫૩ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં-૧૫૭ મતદાન કેન્દ્રોનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ કરાયેલી ઉક્ત વ્યવસ્થા મુજબ જિલ્લામાં મતદાન દિવસે ક્રિટીકલ મતદાન મથક તરીકે વર્ગીકૃત કરાયેલ મતદાન મથકો ખાતેથી ચૂંટણી પ્રક્રિયાની સમગ્ર કામગીરીનું વેબકાસ્ટીંગ કરાશે અને તે અન્વયે ચૂંટણી પંચ તથા જિલ્લા ચૂંટણી કંટ્રોલ કક્ષ તરફથી જે તે મતદાન મથકની કામગીરીનું સીધું નિરીક્ષણ કરી શકાશે.
આ વેબ કાસ્ટીંગની કામગીરીમાં મોનીટરીંગ અને સુપરવિઝન માટે નોડલ અધિકારી ઉપરાંત NIC, DLE અને GSWAN ના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા પણ દેખરેખ રાખવાની વ્યવસ્થા ગોઠવાઇ છે.