અંજાર: પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે. જેમાં અંજારમાં મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરી જનસભા સંબોધી હતી. અંજારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન છે અને આ કચ્છએ કર્તવ્યની ધરતી છે તેમજ વાતોના વડા કરવાવાળા લોકો અમે નથી, અમે વાત માંથી વિમુખ થવાવાળા લોકો નથી તેમણે કહ્યું કે, આપણી બહેનોનું જીવન આશાન થાય તે માટે પણ કામ કરવું છે અને જેમ માણસોના આધારકાર્ડ છે તેમ પશુઓનું ઓળખ આપવાનું વિચારી રહ્યા છે તેમણે કહ્યું કે, કચ્છના પશુપાલકોને હવે પાણી મળ્યું છે તેમજ મિલેટીયન વર્ષથી આખી દુનિયામાં ગુજરાત અને કચ્છમાં દેખાશે અને પોષણ માટે જાડુ અનાજ કામમાં આવે તે માટે આપણે 2023માં મિલેટીયન વર્ષ મનાવશુ તેમણે કહ્યું કે, કચ્છમાં જવાર, બાજરી જેવા અનાજ પાકે તેમજ અહીં બાગાયતી ખેતી ચાલું કરી છે. તેમણે કહ્યું આજે કચ્છનો વિકાસ જોવા લોકો દેશભરમાંથી આવી રહ્યાં છે તેમણે કહ્યું કે, બોર્ડર વિલેજ માટે આપણે બજેટમાં ફાળવણી કરી અને સરહદનો છેલ્લો ગામ છે જ નહી એજ પહેલો ગામ છે.
મોદીએ કહ્યું કે, કોંગ્રેસને આ કચ્છ બોજ સમાન લાગતું હતું પરંતું આ કોંગ્રેસને ન હતુ દેખાતું એ મને દેખાતું હતું તેમણે કહ્યું કે, આજે કચ્છના કેટલાક વિસ્તારની જમીનના ભાવ આજે મુબંઈ કરતા પણ વધુ છે તેમણે કહ્યું કે, આજે ધોળાવીરાના વિકાસ માટે મજબૂતાઈથી કામ કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કચ્છમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરાઈ રહ્યું છે અને સ્મૃતિ વન એટલે માનવ સામર્થયના સાંકળ તેમણે કહ્યું કે, ગ્રીન હાઈડ્રોજનનું હબ કચ્છ બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે.
2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને તબાહી મચી ત્યારે લોકો કહેતા કચ્છ બેઠું નહીં થાય પરંતુ કચ્છ બેઠું પણ થયું અને સમગ્ર ભારતમાં તેજ ગતિથી દોડી પણ રહ્યું છે તેમણે કહ્યું કે, તેમણે જણાવયું કે, આઝાદીના 75 વર્ષ આપણે ઉજવ્યા, 100 વર્ષ થશે ત્યારે 25 વર્ષનો અમૃતકાળ પણ ઉજવીશું તેમણે કહ્યું કચ્છ બાબતે જેને વહેમ હોય તે કચ્છની વિકાસ યાત્રા જોઇ લે અને અમે વિકસીત ભારત બનાવીને રહીશું તેમણે કહ્યું કે, કચ્છએ 2022માં નિર્ણય કર્યો હતો કે મોદી સાથે ચાલવું છે અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો તેમણે જણાવ્યું કે, હવે કચ્છના છેવાડાના ગામડાના પાણીમાં પહોંચ્યું છે, આ મોદી અને ભાજપ જ કરી શકે છે, કચ્છ મારૂ પાણીદાર બન્યું છે