ભાજપે પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે જોકે મોડાસામાં માત્ર પાંચ મિનિટ્સમાં શો બંધ કરવાની ફરજ પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા ડિજિટલ પ્રચાર,રોબોટથી પ્રચાર,જાદુગરો પછી ભાજપે વિકાસનો ગરબો શરૂ કર્યો છે શહેરી વિસ્તારોમાં યુવા મતદારોને આકર્ષવા પ્રોફેશનલ ડાન્સ ગ્રુપોને મેદાનમાં ઉતાર્યા છે તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિકાસનો ગરબો ગાતા લાઈવ ડીજેનો સથવારો લીધો છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર ભાજપના પ્રચાર-પ્રસાર માટે પહોંચેલા લાઈવ ડીજે લોકોને આકર્ષવામાં નિષ્ફ્ળ રહેતા 5 મિનિટ્સમાં રવાના થઇ ગયું હતું
મોડાસા શહેરના ચાર રસ્તા પર શુક્રવારે રાત્રે 8 વાગ્યાના સુમારે મતદારોને આકર્ષવા માટે બનાવેલ લાઈવ ડીજે રથ ચાર રસ્તા પર ટાઉન હોલ આગળ પહોંચી જોરશોરથી સંગીત વાગતા લોકો કુતુહલ વશ જોવા પહોંચતા ડીજે પર રહેલા યુવા કલાકારોએ વિકાસનો ગરબો શરૂ કરતાની સાથે જ ઉભેલા લોકોએ ચાલતી પકડાતા અને આજુબાજુથી પસાર થતા રાહદારીઓ કે વાહનચાલકોએ પણ રાજકીય ગરબા સામે નિરશતા દાખવતા લાઈવ ડીજે પર વિકાસનો ગરબો ગાતા કલાકારો પણ અચંબિત બન્યા હતા અને તરતજ ગણતરીની મિનિટ્સમાં ચાલતી પકડી હતી હાલ જીલ્લાના મતદારોમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા ન મળતા ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોમાં મતદારોનું અકળ મૌન પરસેવો પાડી રહ્યું છે.