જો તમે પરિણીત છો અને ભવિષ્યમાં રૂપિયાને લઈને ચિંતિત છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે સરકારે પરિણીત લોકો માટે NPS હેઠળ સેવિંગ સ્કીમ લોન્ચ કરી છે
NPS scheme 2023: જો તમે પરિણીત છો અને ભવિષ્યમાં રૂપિયાને લઈને ચિંતિત છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે સરકારે પરિણીત લોકો (married people) માટે NPS (new pension system) હેઠળ સેવિંગ સ્કીમ લોન્ચ કરી છે. જેમાં જોડાયા પછી તમને ક્યારેય રૂપિયાની ચિંતા નહીં થાય. કારણ કે સરકારે ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર (women self reliant) બનાવવા માટે નવી પેન્શન સિસ્ટમ શરૂ કરી હતી. જેમાં પરિણીત લોકો દર મહિને 44,793 રૂપિયા સુધી મેળવી શકે છે. નિષ્ણાતો દાવો કરે છે કે એનપીએસ (NPS) હેઠળ 10 ટકાથી વધુ રિટર્ન મળે છે.
મહિલા બનશે આત્મનિર્ભર
હકીકતમાં, સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી પેન્શન સિસ્ટમ (new pension system 2023) શરૂ કરી હતી. કારણ કે જ્યારે તમે 60 વર્ષના થાઓ છો ત્યારે તમને એનપીએસ (NPS) હેઠળ રોકાણનો લાભ મળવાનું શરૂ થાય છે. ઉપરાંત, આ યોજનાની ખાસ વાત એ છે કે તમને દર મહિને અને એકસાથે રૂપિયા લેવાની છૂટ છે. જો તમે આ રૂપિયા એકસાથે લેવા માગો છો, તો તમને એક સાથે 1 કરોડથી વધુ રૂપિયા મળી જાય છે. એટલું જ નહીં, તમને આ યોજના હેઠળ અન્ય ઘણા લાભો પણ મળે છે.
પોસ્ટ ઓફિસમાં ખોલાવો એકાઉન્ટ
જો તમે નવી પેન્શન સિસ્ટમ (new pension system 2023) હેઠળ એકાઉન્ટ ખોલવા માંગો છો, તો તમે તમારી પત્નીના નામ પર નજીકની પોસ્ટ ઓફિસમાં માત્ર 1000 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. એકાઉન્ટ ખોલાવતી વખતે, તે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે સમયે તમારી પત્નીની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમરે તમને તેનો ફાયદો મળવા લાગશે. આ યોજના હેઠળ તમને દર મહિને લગભગ 45 હજાર રૂપિયા મળશે. અથવા તમે એકસાથે રકમ પણ ઉપાડી શકો છો.