યોગી આદિત્યનાથે કહ્યું, ‘આ જે આમ આદમી પાર્ટીનો નમૂનો દિલ્હીથી આવ્યો છે અહીં દિલ્હીથી, એ તો આતંકવાદનો સાચો હિતેચ્છું છે. અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે તે બહાદુર જવાનોને કહે છે કે આનો શું પુરાવો છે
એક ચૂંટણી રેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, ‘આ જે આમ આદમી પાર્ટીનો નમૂનો દિલ્હીથી આવ્યો છે અહીં દિલ્હીથી, એ તો આતંકવાદનો સાચો હિતેચ્છું છે. અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે તે બહાદુર જવાનોને કહે છે કે આનો શું પુરાવો છે. પાકિસ્તાન બૂમો પાડી રહ્યું છે કે ભારતે અમારી કમર તોડી દીધી, પરંતુ આમ આદમી પાર્ટીને આના પણ પુરાવાની જરૂર હોય છે.
યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, ‘આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમના જનીનોનો ભાગ છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદના સમર્થકોને મત આપીને તમારો મત કલંકિત જરાય ન કરો. આમ આદમી પાર્ટી વતી રાજ્યસભા સાંસદ સંજય સિંહે યોગી આદિત્યનાથના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
સંજય સિંહે સીએમ યોગીના નિવેદનનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, ‘હવે આવ્યું ઊંટ પહાડની નીચે. બીજેપીના લોકોએ ઘણી કોશિશો કરી કે અરવિંદ કેજરીવાલનું નામ ન લે, પરંતુ બાબાજી માન્યા નહીં. એટલે કે ભાજપ ગુજરાતમાં હારી રહી છે.’ આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં પહેલીવાર ઉતરેલી AAP કોંગ્રેસ અને ભાજપને ઘણી સીટો પર પડકાર આપી રહી છે. કેજરીવાલ દાવો કરી રહ્યા છે કે તેમની પાર્ટી સરકાર બનાવી લેશે.