જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર કાંટે કી ટક્કર છે ત્યારે તમામ બેઠકો કબજે કરવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રદેશ પ્રમુખે જુનાગઢ જિલ્લાની ઓચિંતી મુલાકાત લેવી પડી છે પ્રદેશ પ્રમુખ દ્વારા સવારે સુરત થી ખાસ પ્લેન મારફત કેશોદ એરપોર્ટ ખાતે દોડી આવવાની ફરજ પડી હતી જ્યાં એરપોર્ટ ખાતે જ જૂનાગઢ જિલ્લાની પાંચે પાંચ બેઠકોના આગેવાનો અને કાર્યકરોનો ક્લાસ લેવો પડ્યો હતો. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ આજે જૂનાગઢની મુલાકાતે દોડી આવ્યા હતા જૂનાગઢમાં બેઠકનો દોર કરી ખાનગી હોટલ ખાતે ભાજપના હોદ્દેદારોનો ક્લાસ લીધો હતો
જુનાગઢ જિલ્લાની કેશોદ માંગરોળ માણાવદર વિસાવદર અને જુનાગઢ બેઠક પર અનેક સમીકરણોને લઈ કોઈપણ પક્ષ માટે બેઠકો જીતવી સહેલી નથી જેથી દરેક રાજકીય પક્ષોમાં ભારે દોડધામ થઈ રહી છે ભાજપની ટોચની નેતાગીરી આ હકીકતથી વાકેફ છે જેથી જૂનાગઢ જિલ્લાની બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે સવારે સુરત થી ખાસ પ્લેન મારફત કેશોદ એરપોર્ટ ખાતે આવ્યા હતા જ્યાં જુનાગઢ જિલ્લાની પાંચે પાંચ બેઠકના જવાબદાર હોદ્દેદારો પ્રભારીઓ જિલ્લાના પ્રમુખ મહામંત્રીની સાથે બેઠક કરી હતી એક એક વિધાનસભા વાઈઝ સમગ્ર પરિસ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો પ્રદેશ પ્રમુખે જિલ્લાની દરેક બેઠક પર હાલમાં શું સ્થિતિ છે? ભાજપના કોઈ હોદ્દેદારો કે આગેવાનો પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે કેમ? બેઠક જીતવા માટે શું કરવું પડે છ ?તેમ આવા અનેક મહત્વના મુદ્દાઓને લઈ જવાબદારો સાથે તલસ્પર્શી ચર્ચાઓ કરી છે એકાદ કલાક જેટલો સમય બેઠકોનો દોર કરી પરત રવાના થઈ ગયા હતા પ્રદેશ પ્રમુખે મેળવેલી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર પર ભાજપને સહેલાઈથી બેઠકો મેળવી મુશ્કેલ હોવાનું પણ ચર્ચાયુ હતું દરેક બેઠક કોઈપણ પ્રકારે જીતવા માટે જવાબદારોને આકરી ટકોર પણ કરી હતી