શિવપાલ સિંહ યાદવ પોતાના સમર્થકો વચ્ચે થાણા ચૌબિયા વિસ્તાર હેઠળના રહેન ગામમાં ઘરે-ઘરે મત માંગવા પહોંચ્યા. આ દરમિયાન શિવપાલે કહ્યું કે જ્યારે અમારા ઘરની વહુ ચૂંટણી મેદાનમાં લડી રહી છે ત્યારે અમે એક થઈ ગયા છીએ
શિવપાલ સિંહ યાદવ પોતાના સમર્થકો વચ્ચે થાણા ચૌબિયા વિસ્તાર હેઠળના રહેન ગામમાં ઘરે-ઘરે મત માંગવા પહોંચ્યા. આ દરમિયાન શિવપાલે કહ્યું કે જ્યારે અમારા ઘરની વહુ ચૂંટણી મેદાનમાં લડી રહી છે ત્યારે અમે એક થઈ ગયા છીએ. તેમણે કહ્યું- અમે અખિલેશ યાદવને કહી પણ દીધું છે કે એક જ રહીશું.
આ દરમિયાન શિવપાલ સિંહ યાદવે પોતાના શિષ્ય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્ય પર પણ શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે પોતાના સમર્થકો વચ્ચે કહ્યું કે તેમની પુત્રવધૂ સામે રઘુરાજ સિંહ ચૂંટણી લડી રહ્યા છે, તેઓ પોતાને અમારા શિષ્ય કહે છે. સાચો શિષ્ય હોત, તો તેને અમને છોડીને જવું જોઈતું ન હતું. અમારી વહુ સામે તો ન જ લડવું જોઈતું હતું. જો તે શિષ્ય હતો, તો તેણે અમારી સાથે રહેવું જોઈતું હતું. કહ્યા વિના ગયા, મને કહીને જવું જોઈતું હતું. તે ચૂપચાપ ભાજપમાં ચાલ્યા ગયા.
શિવપાલે વધુમાં કહ્યું કે જ્યારે અમે રઘુરાજને ફોન કરીને પૂછ્યું કે તે ક્યાં છે તો તેણે કહ્યું કે પોતાનો ટેસ્ટ કરાવવા ગયો છે, તબિયત ખરાબ છે. અમે કહ્યું કે અમે ડૉક્ટરને ફોન કરી દીધો હોત, લોહિયા હોસ્પિટલમાં મારા પરિચિત સારા ડૉક્ટર છે. આ પછી મેં ટેલિફોન પણ કર્યો અને ખબર પડી કે તે હોસ્પિટલ ગયો નથી. ત્યારબાદ બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીમાં પહોંચી ગયો. જો તે શિષ્ય હોતે તો છોડીને જવું જ જોઈતું ન હતું. શિવપાલે કહ્યું- તમે શિષ્ય તો નથી, ચેલા પણ નથી, આવી રીતે છોડીને તો ચેલાઓ પણ નથી જતા. શિવપાલે વધુમાં કહ્યું કે અમે રઘુરાજને સાંસદ બનાવ્યા અને તેમને નોકરી પણ અપાવી. તેઓએ અમને જ દગો આપ્યો, કહ્યા વિના ભાજપમાં ચાલ્યો ગયો.
શિવપાલે ડિમ્પલ વિશે આગળ કહ્યું- વહુ ડિમ્પલે ફોન કર્યો હતો કે કાકા, અમે ચૂંટણી લડીશું, આવો, એક સાથે રહેવાનું છે. અમે પણ કહી દીધું તું સાક્ષી રહેજે અમારી. જો અખિલેશ ગડબડ કરે તો અમારી સાથે જ રહેજે. પુત્રવધૂએ કહ્યું- ના, ઠીક જ રહીશું. અમે લોકો તો હવે એક-બે ચૂંટણી વધુ લડીશું, પછી તો છોકરાઓ જ લડશે, તેથી અમારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તેમણે કહ્યું- નેતાજીના ન રહેવા પર અમારી પ્રતિષ્ઠા પર ચૂંટણી છે, તેથી હાથ જોડીને વિનંતી છે કે બધા લોકો આજથી જ લાગી જજો, વધુમાં વધુ વોટ આપીને ડિમ્પલને જીતાડવાના છે.
જણાવી દઈએ કે સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભા સીટ ખાલી પડી હતી. જેના કારણે હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં મૈનપુરી સહિત વધુ 2 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે.