ગેરેજમાં ગાડીના રીપેરિંગ અર્થે ગયા હતા તે સમયે પાટા પર એક જી.પી.એસ. લગાડેલ હતા, તે સમયે ડ્રાયવરે પાટા પર લગાવેલ જીપીએસ ટ્રેકર કાઢીને ઘરે મુકી દીધેલ હતું.
વીડિયો લિંક અહીંથી કરો ડાઉનલોડ
https://we.tl/t-7dxoGnBtwG
– – – – – – – – – – – – – – – – – – – – – – – – –
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવનાર 2 શખ્સને એલ.સી.બી. એ પકડી પાડ્યા છે. તારીખ 2 ફેબ્રુઆરી 2023 અને 04 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી ઉપેન્દ્ર પુનાભાઈ મેણાત અને પ્રભુદાસ જીવાભાઈ ડોડિયાર તેમજ અન્ય સહ આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ખાણ ખનીજ વિભાગની ગાડી નંબર જી.જે.31 જી. 0796 નંબર પર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના લોકેશન ટ્રેસ કરવા માટે જીપીએસ ટ્રેકર લગાવી દીધું હતું. ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓએ આ પ્રકારે યોજના બનાવી સરકારી ગાડી પર જીપીએસ ટ્રેક્ટર લગાવી દેતા મોડાસા ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સુપરવાઈઝરે ફરિયાદ નોંધાઈ હતી
મોડાસા ટાઉન પોલિસ મથકે 7 ફેબ્રુઆરીના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ જણાવીએ કે, કોઈપણ સમયગાળા દરમિયાન અજાણ્યા આરોપીઓએ ભુસ્તર શાસ્ત્રીના કચેરી અરવલ્લી ખાતે આવેલી સરકારી વાહન નંબર જી.જે. 31 જી. 0796 ની ગાડી પર પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકથી વધુ વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી સરકારી ગાડીમાં જી.પી.એસ. ટ્રેક્ર લગાવી સરકારી કામકાજમાં રૂકાવટ કરી સરકારી કર્મચારીઓના લોકેશન જાણી પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિના વાહનો અન્ય રસ્તે ડાયવર્ટ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાની ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં ફરજ બજાવતા સુપરવાઈઝર નિલેશકુમાર અમૃતભાઈ પટેલે ફરિયાદ નોંધાઈ હતી.
જીપીએસ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ગાડી રોજિંદા કામગીરીને જેમ ધનસુરા તરફ જતાં હતા તે સમય દરમિયાન રસ્તામાં કોઈ જ ઓવરલોડ અથવા તો ખનીજ વહન કરતી ટ્રક ન મળતા અંદરો-અંદર વાતચીત થતાં અધિકારીએ ડ્રાયવર પ્રભુભાઈ સાથે વાતચીત કરતા ખ્યાલ આવ્યો કે, તેઓ જ્યારે ગેરેજમાં ગાડીના રીપેરિંગ અર્થે ગયા હતા તે સમયે પાટા પર એક જી.પી.એસ. લગાડેલ હતા, તે સમયે ડ્રાયવરે પાટા પર લગાવેલ જીપીએસ ટ્રેકર કાઢીને ઘરે મુકી દીધેલ હતું.
લોહચુંબક વાળુ જીપીએસ
આ વાત અધિકારીએ સાંભળતા જ શંકા ગઇ અને રસ્તામાં ગાડી તપાસ કરતા ડીઝલ ટેન્ક નજીક એક કાળા રંગનો લોહચુંબક વાળુ જીપીએસ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. જેમાં એક સીમકાર્ડ હતું અને ધનસુરા તરફથી પરત ફરી મોડાસા ખાણ ખનીજ વિભાગ કચેરી આવતા જિલ્લા ભુસ્તર અધિકારી મન ચૌધરીને વાત કરતા સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ મોડાસા ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદના આધારે પોલિસ તપાસમાં 2 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર
અરવલ્લી જિલ્લા ભુસ્તર શાસ્ત્રીની ગાડી પર જીપીએસ ટ્રેકર લગાવવાની ઘટનાને લઇને પોલિસે તપાસ હાથ ધરતા ઉપેન્દ્રભાઈ પુનાભાઈ મેણાત, જિલ્લા અરવલ્લી અને પ્રભુદાસ જીવાભાઈ ડોડીયાર, જિલ્લો અરવલ્લીને પકડી પાડ્યા છે,, આ સાથે જ જીપીએસ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ હજી સંડોવાયેલ છે, તે અંગે પોલિસ તપાસ હાથ ધરી રહી હોવાનું જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું. પોલિસે પકડેલ બે આરોપીઓ પૈકી એક આરોપી પ્રભુદાસ જીવાભાઈ ડોડિયાર પહેલા પોલિસ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો, જે દારૂની હેરાફેરીમાં સંડોવણી આવતા તેને ડિસમિસ કરી દેવાયો હતો. જેના પર પાંચ જેટલા ભૂતકાળમાં અલગ અલગ કેસ ચાલે છે. આ સાથે જ નિમેશકુમાર ગોર ફરાર છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.