ગુજરાત હાઈકોર્ટમાં અનેક પિટિશનો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં વાંદરાઓના આંતકને લઈને પિટિશન દાખલ કરી છે.
અમદાવાદમાં સરસપુરમાં વાંદરાએ લોકોને લાફા મારી બચકા ભરતા નાગરિકોએ આ સ્થિતિને કાબૂ મેળવવા તેમજ નિવેડો લાવવા માટે વન વિભાગને જાણ કરી હતી પરંતુ તે છતાં પણ આ સ્થિતિ રહેતા હાઈકોર્ટમાં આ મામલે પિટિશન ફાઈલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરસપુરમાં 17 લોકોને બચકા ભરવા તેમજ લાફા પણ માર્યા હતા. આ સાથે રોજ 2 જેટલા લોકોને વાંદરાઓ કરડે છે. તેમ પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદના પૂર્વ અને ભરચક વિસ્તારમાં મનાતા એવા સરસપુરમાં વાંદરાઓનો આંતક સામે આવ્યો છે. વાંદરાઓ લોકો પર હુમલો કરતા ત્યાંના રહીશોમાં પણ ડરનો માહોલ છે. જો વાંદરાઓને પકડી તેમના પર કાબૂ મેળવવામાં નહીં આવે તો વધુ વિસ્તારોમાં આતંક મચાવી લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે સરસપુરમાં વહેલી સવારે વાંદરાઓનો આતંક વધુ જોવા મળે છે. ખાસ કરીને આ સમયે બાળકો મોટી સંખ્યામાં સ્કૂલે જતા હોય છે ત્યારે તેમના માટે પણ મુશ્કેલી વધુ સર્જાઈ રહી છે. કેમ કે, શાળાએ જતા 6 બાળકોને વાંદરાએ બચકા ભર્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
ત્યારે આ પ્રકારની સ્થિતિની વચ્ચે વાંદરાઓનો આતંકથી ભયમુક્ત લોકો બને તે માટે છેવટે અહીંના રહીશોએ હાઈકોર્ટનો સહારો લેતા પિટીશન કરી છે.