બાપુનગર વિસ્તારમા્ં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.
ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે તેની સાથે સાથે અમિત શાહનો રોડ શો પણ યોજવામાં આવશે. આ રોડ શો મોહન સિનેમાથી શરુ કરીને કલાપીનગપ બસસ્ટેન્ડ અસારવા સુધી યોજવામાં આવશે.
પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થતાની સાથે જ બીજા તબક્કા માટે પ્રચાર તેજ બન્યો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે. આ ઉપરાંત ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગોવાના સીએમનો ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર યોજાયો હતો તેવી જ રીતે કેન્દ્રીય નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઈ રહ્યા છે.
અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ બીજા તબક્કા માટે પ્રચાર
બીજા તબક્કાની 93 બેઠકો માટે તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ પ્રચાર કરશે. અમિત શાહ મહેસાણામાં જાહેર સભાને સંબોધશે. જેપી નડ્ડા અમદાવાદના જમાલપુરમાં રોડ શો દ્વારા પ્રચાર કરશે. અમદાવાદમાં રાજનાથ સિંહ અને બાલાસિનોર, પાદરામાં પરેશ રાવલ અને ડીસામાં પુરુસોત્તમ રૂપાલા જાહેરસભાને સંબોધશે. બાપુનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.